
મૉરીશસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ આજથી 8 દિવસીય ભારતની મુલાકાતે – ગુજરાત અને વારાણસીની પણ લેશે મુલાકાત
- મૉરીશસના પીએમ પ્રવિંદ કુમાર પત્ની સંગ આજે ભારતની મુલાકાતે
- આ દરમિયાન તેઓ વારાણસીની પણ કરશે મુલાકાત
દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે કે જ્યાં અવાર નવાર વિદેશપ્રધાન ભારતની મુલાકાત લેતા હોઈ છે ત્યારે હવે આજ શ્રેણીમાં મોરીશસના પ્રધાનમંત્રી પણ પોતાની પત્ની સંગ આજે ભારતની મુલાકાતે આવનાર છે.મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 17 થી 24 એપ્રિલ દરમિયાન આઠ દિવસની ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વાઇબ્રન્ટ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
તેમની મુલાકાતને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન પ્રવિંદ કુમાર નવી દિલ્હીની સાથે ગુજરાત અને વારાણસીની મુલાકાત લેશે. ભારત અને મોરેશિયસ ખાસ કરીને નજીક છે. તેઓ એક સામાન્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો શેર કરે છે.
વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, પ્રવિંદ કુમાર જગન્નાથ 19 એપ્રિલે જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સમારોહમાં પીએમ મોદી સાથે અને 20 એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં ભાગ લેશે. . મોરેશિયસના પીએમ તેમની મુલાકાત દરમિયાન વારાણસીની પણ મુલાકાત લેશે.