
- સતત બીજા દિવસે અમદાવાદમાં ઘોઘમાર વરસાદ
- અનેક રસ્તાઓ પર પાણી ભરાયા
- વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી
- જો કે શહેરીજનોને ગરમીમાં મોટી રાહત મળી
અમદાવાદ – છેલ્લા ઘણા દિવસથી ગુજરાત ભરમાં મેધ મહેર જોવા મળી રહી છે,દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદનો કાળો કહેર જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો પ્રકોપ હતો પરંતુ ગઈકાલથી જ વરસાદે શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને લઈને ગરમીમાં રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. જ્યારે હવે અમદાવાદ વાદીઓને પણ વરસાદના માહોલની મજા મળી છે.
જો કે સતત આજે બીજા દિવસે પણ અમદાવાદમાં ભારે વલરસાદ નોંધાયો છે,વરસાદના કારણએ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.નીચાણવાળો વિસ્તારોમાં વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ખાસ કરીને આજ રોજ બપોરે શરુ થયેલા વરસાદે શહેરના સાઉથ બોપલ,એસ જી હાઈવે, ઘુમા,પ્રહલાદ નગર,ઈસ્કોન,મકરબા, શ્યામલ અને વેજલપુર વિસ્તારમાં પાણી જ પાણી કરીલે પડેલા પડેલા વરસાદના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ શરૂ થયો છે.
અમદાવાદના મધ્યમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ પર જાણો તળાવ જેવો નઝારો જોવા મળી રહ્યો છે. દરવર્ષે વરસાદમાં આ ગ્રાઉન્ડ પાણીમાં ડૂબે છે અને પાણી ઓસરતા 5 થી 6 દિવસ જતા રહે છે પણ જો સતત વરસાદ ચાલુ રહે તો પાણી ઉતરવાનું નામ નથી લેતું.
આ સાથએ જ હવામાન વિભઙાગે ગુજરાત ભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી , જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથએ જ નીચાણ વાળા તેમજ નદી કાઠે વલતા ગામોમાં પૂર આવાની શક્યતાઓ પણ જોવા મળે છે.