
હવામાન વિભાગનું પૂર્વાનુમાનઃ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ- જાણો ક્યા રાજ્યોમાં થશે મેધ મહેર
- 2 મહિના દરમિયાન ભઆરે વરસાદના અણસાર
- અનેક રાજ્યોમાં મેધમહેરની ભારે શક્યતાઓ
દિલ્હી – હાલ ચોમાસું હોવા છંત્તા દેશના કેટલાક રાજ્યો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરતું હજી સુધી મેધરાજા મન મૂકીને વરસ્યા નથી, ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના ઉત્તરાર્ધમાં સામાન્ય કરતા વધારે વરસાદ પચવાની સંભાવના છે.
આ મામલે આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુજય મોહાપાત્રાએ ઓગસ્ટ મહિના માટે જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે આ મહિનામાં પણ ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતાઓ જોી શકાય છે. આ સાથએ જ પશ્ચિમ મધ્યપ્રદેશ અને આજુબાજુના રાજસ્થાનના ભાગો, મહારાષ્ટ્રના આંતરિક ભાગો, જમ્મુ -કાશ્મીર, લદ્દાખ, પંજાબ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ઓગસ્ટમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતાોને લઈને તેમણે વધુમાંકહ્યું કે કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કોંકણ અને ગોવાના રાયલસીમા પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વોત્તર રાજ્યો અને બિહારમાં આ મહિના દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળે છે.
ઓગસ્ટ મહિનાથી સપ્ટેમ્બર 2021 દરમિયાન સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. “મોહાપાત્રાએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આ બાબત જણાવી હતી, 1961-2010ના સમયગાળામાં ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીના સમયનો વરસાદ 428.3 મીમી છે.