
- રાજ્યમાં હવામાન ડબલ સ્થિતિમાં જોવા મળશે
- દિવસે તાપ તો રાત્રે પડશે ગાત્રો થીજવતી ઠંડી
- હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદઃ- છેલ્લા થોડા સમયથી રાજ્યમાં રાત્રે ફરીથી છંડીનો ચમકારો અનુભવા થઈ રહ્યો છે, તો દિવસે શહેરોમાં બહાર નિકળતા જ ખબર પડે છે કે કેટલો તાપ લાગી રહ્યો છે, આમ આગામી દિવસોમાં પણ દિવસે તાપ અને રાત્રે ઠંડી આમ બે મોસમનો અનુભવ થશે હવામાન વિભાગે આ મામલે આગાહી કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા જોવા મળે છે, રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી વધશે, આ સાથે જ 3 ફેબ્રુઆરી પછી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું તાપમાન આગામી પાંચ દિવસ સુધી જોવા મળી શકે છે જેમાં દિવસ-રાત બમણી ઋતુનો અનુભવ થી શકે છે. આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા છે. જોકે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો રાત્રે તેટલાજ પ્રમાણમાં ઠંડી માજા મૂકી રહી છે, જાણે શિયાળાની શરુઆતની ઠંડી હોય તેમ ઠંડીએ બીજો રાઉન્ટ શરુ કર્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે
રાજ્યમાં ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો પણ ગગડ્યો છે.તો બીજી તરફ અમદાવાદનું તાપમાન 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે બપોરના સમયે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું.આ રીતે આગામી થોડા દિવસમાં બપોરે તાપ સહન કરવો પડશે તો રાત્રે ઠંડી આમ બે ઋુતનો ભાર શહેરીજનોએ વેઠવો પડશે