1. Home
  2. ગુજરાતી
  3. સંસદનું ચોમાસુ સત્ર નવા સંસદમાં યોજાવાની અટકળોનો આવ્યો અંત, જૂના સસંદમાં જ યોજાશે મોનસુન સત્ર 
સંસદનું ચોમાસુ સત્ર નવા સંસદમાં યોજાવાની અટકળોનો આવ્યો અંત,  જૂના સસંદમાં જ યોજાશે મોનસુન સત્ર 

સંસદનું ચોમાસુ સત્ર નવા સંસદમાં યોજાવાની અટકળોનો આવ્યો અંત, જૂના સસંદમાં જ યોજાશે મોનસુન સત્ર 

0
Social Share

દિલ્હીઃ-  સંસદનું આગામી મોનસપુન સત્રને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વર્ષશનું સત્ર નવા સસંદ ભવનમાં યોજાશે ત્યારે હવે આ મામલે સ્થિતિ સાફ થી ચૂકી છે અને કહેવામાં આવ્યું છે કે ચોમાસું સત્ર નવા સંસદ ભવનમાં નહી યોજાઈ પરંતુ જૂના સંસદમાં જ યોજાશે.

આ અગાઉ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ ની બેઠક યોજાઈ હતી. જે બાદ જાણવા મળ્યું કે તે જુલાઈના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે. તે જ સમયે, હવે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસુ સત્ર નવા સંસદ ભવનમાં યોજાશે કે જૂનામાં.
આ મામલે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ સોમવારે આગામી ચોમાસુ સત્રના સ્થળ અંગેની અટકળો પર પૂર્ણવિરામ મુકતા સ્પષ્ટ કર્યું કે સંસદનું ચોમાસુ સત્ર જૂની ઇમારતમાં શરૂ થશે.
કેન્દ્રીય મંત્રી લેખીએ એમ પણ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર જૂની બિલ્ડિંગમાં શરૂ થશે. આ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે જાહેરાત કરી હતી કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. તેમણે કહ્યું હતું કે સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે.
આ વખતે ચોમાસા સત્રમાં, લેફ્ટનન્ટ ગવર્નરને વધુ વહીવટી સત્તા આપતા કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના બિલને લઈને દિલ્હીમાં હોબાળો થઈ શકે છે. વિરોધ પક્ષ દ્રારા ્ેક મામલે સરકારને ઘેરવાની તૈયારી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code