
WHO ની યાદીમાં સમાવેશ હોવાથી મોર્ડના વેક્સિનનું દેશમાં પરિક્ષણ કરવાની જરુર નહી- કોરોનાની જંગમાં ચોથી વેક્સિનનો સમાવેશ
- દેશને મળી મોર્ડના વેક્સિન
- ભારતમાં વેક્સિનનું નહી થાય પરિક્ષણ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં હવે બીજી વેક્સિનનો પણ સમાવેશ કરવામાં આવશે.મંગળવારે, અમેરિકન ફાર્મા કંપની મોડર્નાની વેક્સિનને ભારતમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે આ બાબતે જણાવ્યું હતું કે દેશમાં હવે ચોથી વેક્સિન આવી ચૂકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની યાદીમાં શામેલ હોવાને કારણે, ભારતમાં મોડર્ના વેક્સિન અંગે કોઈ બ્રિજિંગ ટ્રાયલ થશે નહીં.
મંગળવારે બપોરના 3 વાગ્યા સુધી ચાલેલી પહેલી બેઠકમાં, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સિપ્લા કંપની દ્વારા કરવામાં આવેલી અરજીને લીલી ઝંડી બતાવતા ભારતની ચોથી રસી તરીકે મોડર્નાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
આ વેક્સિન સાત મહિના સુધી સુરક્ષિત રાખી શકાય છે. તે -25 થી -50 ડિગ્રી તાપમાન વચ્ચે સુરક્ષિત રાખવામાં આવે છે. સામાન્ય રીતે, મોર્ડના વેક્સિનને -20 ડિગ્રીની આસપાસ તાપમાનની જરૂર પડે છે. જો શીશી ખુલ્લી ન હોય, તો પછી તે બે થી આઠ ડિગ્રી તાપમાનમાં 30 દિવસ માટે પણ રાખી શકાય છે. આ સહીત આ વેક્સિનના બન્ને ડોઝ ચાર અઠવાડિયાની અંદર લેવા જરૂરી છે.
મોડર્નાની પહેલો જથ્થો આવતા મહિને ભારતમાં આવશે. આ પછી, કસૌલી સ્થિત સેન્ટ્રલ લેબોરેટરીમાં પ્રથમ બેચનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ 100 લોકોના રસીકરણ પછી, તેઓનો અભ્યાસ કરવામાં આવશે, છેવટે તે પછી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. આ પ્રક્રિયામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે. જાણવા મળ્યું છે કે આ રસી જુલાઈના છેલ્લા અઠવાડિયાથી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.