1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મ્યુનિ. દ્વારા બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ, બે મિલક્ત સીલ, 8.56 લાખની વસુલાત
રાજકોટમાં મ્યુનિ. દ્વારા બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ, બે મિલક્ત સીલ, 8.56 લાખની વસુલાત

રાજકોટમાં મ્યુનિ. દ્વારા બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ, બે મિલક્ત સીલ, 8.56 લાખની વસુલાત

0
Social Share

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી કરવેરા વસુલાત માટે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાયે મિલક્ત વેરા ન ભરતા કરજદારો સામે અંતીમ શસ્ત્ર અપનાવવામાં આવ્યું છે. બાકી વેરાદારના મકાનનું નળ જોડાણ કાપવાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં મોરબી રોડ પર એક મિલકતનું નળ જોડાણ કાપવામાં આવતા તરત જ રૂ.4.40 લાખની વસુલાત થઈ હતી. મ્યુનિ.એ બે મિલકત સીલ કરી 19 મિલકતના માલિકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિ.એ  કડક કાર્યવાહી કરતા એક જ દિવસમાં રૂ.8.56 લાખની વસુલાત થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આરએમસીના વેરા વસૂલાત શાખાએ છેલ્લા દસેક દિવસથી બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરી છે. નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ન ભરનારા મિલક્તધારકો સામે નળના જોડાણો કાપવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ-8માં મોરબી રોડ પરની એક મિલકતનું નળ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. વેરા વસૂલાત શાખા માટે નળ જોડાણ કાપવું એ અંતીમ શસ્ત્ર છે. જેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો હતો. એટલે કે હવે નળ જોડાણ કાપવાના શસ્ત્રનો ઉપયોગ કરી વેરાની રકમ વસૂલવામાં આવશે.

આ ઉપરાંત કરવેરા ઝૂંબેશ દરમિયાન  2 મિલકતો સીલ કરવામાં આવી હતી. 19 મિલકતના માલિકોને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. તેમજ અલગ-અલગ જગ્યાએથી વેરાની રકમ પેટે રૂ. 8.56 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આરએમસી દ્વારા શરૂ કરવામાં આવેલી કડક કાર્યવાહીને લઈને લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, સામાન્ય લોકો સામે કડક પગલાં લેતું મનપાનું આ તંત્ર સરકારી મિલકતોનાં કરોડોનાં બાકીવેરા મુદ્દે માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે અને આવી મિલકતોનાં નળ જોડાણ કાપવાની હિંમત કરી શકતું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code