1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં પહેલીવાર પદ્મ એવોર્ડ માટે માત્ર મહિલાઓના નામની રજુઆત- ખેલ મંત્રાલય દ્વારા 9 નામનો પ્રસ્તાવ
દેશમાં પહેલીવાર પદ્મ એવોર્ડ માટે માત્ર મહિલાઓના નામની રજુઆત- ખેલ મંત્રાલય દ્વારા 9 નામનો પ્રસ્તાવ

દેશમાં પહેલીવાર પદ્મ એવોર્ડ માટે માત્ર મહિલાઓના નામની રજુઆત- ખેલ મંત્રાલય દ્વારા 9 નામનો પ્રસ્તાવ

0
Social Share
  • દેશની દીકરીઓ પદ્મ એવોર્ડથી થશે સમ્માનિત
  • પહેલી વાર માત્ર મહિલાઓના નામ પદ્મ એવોર્ડ માટે જશે
  • ખેલ મંત્રાલયે 9 નામ મોકલ્યા
  • વિજેતાઓના નામની ધોષણા આવનારા વર્ષે ગણતંત્ર દિવસ કરાશે

ખેલમંત્રાલય તરફથી 9 એથલિટ્સના નામ પદ્મ સમ્માન માટે મોકલવામાં આવ્યા છે,આ દરેક નામ આપણા દેશની દિકરીઓના છે કે જેઓ એ રમગ-ગમત ક્ષેત્રોમાં અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું છે,જેમાં 6 વાર વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરીકોમના નામનો પ્રસ્તાવ પણ ગૃહમંત્રાલય દ્વારા ‘પદ્મ વિભૂષણ સમ્માન’ માટે મોકલવામાં આવ્યો છે.

મેરીકોમને વર્ષ 2013માં ‘પદ્મ ભૂષણ’ અને વર્ષ 2006માં ‘પદ્મ શ્રી’ થી સમ્માનિત કરવામાં આવ્યા છે, અને જો હવે તેમને પદ્મ વિભૂષણ સમ્માનિત કરવામાં આવશે તો તે, 2007માં શતરંજના મહાન રમતવીર વિશ્વનાથ આનંદ,2008માં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચીન તેંડુલકર અને પર્વતારોહી પછી એવોર્ડ મેળવનારી તે ચોથી ખેલાડી બનશે. સર એડમંડ હિલેરી, જેને 2008 માં મરણોત્તર એવોર્ડ મળ્યો હતો

વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું નામ પણ ‘પદ્મ ભૂષણ’ માટે રજુ કરવામાં આવ્યું છે,આ ભારતનું સોથી મોટુ ત્રીજા નંબરનું સમ્માન છે,વર્ષ 2017માં સિંધુને નામ પદ્મ ભૂષણ માટે પ્રસ્તાવ કરવામાં આવ્યું છે,જો કે તે નામ ફાઈનલ લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યું નહોતું, વર્ષ 2015માં તેમને ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત સાત મહિલા ખેલાડીઓના નામ પમ ખેલ મંત્રાલયે ‘પદ્મ શ્રી એવોર્ડ’ માટે મોકલ્યા છે,જેમાં કુશ્તી બાઝ ખેલાડી વિનેશ ફોગાટ,ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા,મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર,હૉકી કેપ્ટન રાની રામપાલ,પૂર્વ શૂટર સિમા શિરુર ને પર્વાતારોહી જોડીયા બહેનો તાશી ને નુંગશી મલિકનું નામનો પણ સમાવેશ છે.

ખેલ મંત્રલાય દ્વારા જેટલા પણ નામનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે તેમના નામ પદ્મ એવોર્ડ કમિટીને મોકલવામાં આવ્યા છે,જો કે આ વિજેતાઓના નામની ધોષણા આવરા વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવશે, ત્યારે આ પ્રથમ વાર બન્યું છે કે પદ્મ એવોર્ડ માટે દરેક નામ મહિલાઓના મોકલવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code