
ઐશ્વર્યા રાય બચ્ચન પર Meme શેયર કરવા બદલ વિવેક ઓબેરૉયને મહારાષ્ટ્ર મહિલા પંચે ફટકારી નોટિસ
નવી દિલ્હી: બોલીવુડના એક્ટર વિવેક ઓબેરયો તેમની પોતાની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને લઈને ચર્ચામાં છે. તેની વચ્ચે એક્ઝિટ પોલના પરિણામોને લઈને વિવેક ઓબેરોયે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક મીમ પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન સલમાન, વિવેક અને અભિષેક બચ્ચ સાથે નજરે પડી રહી છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાય બચ્ચનને ટાર્ગેટ કરતા પોલ્સના પરિણામોની મજાક કરવામાં આવી છે. વિવેક ઓબેરોયની પોસ્ટ શેયર થયાના કેટલાક સમય બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે એક્ટરના નામે એક નોટિસ જાહેર કરી છે.

એક્ટર વિવેક ઓબેરોયે થોડા સમય પહેલા પોતાના ટ્વિટર પેજ પર રહેલા એક્ઝિટ પોલના પરિણણામોને જણાવતા આ ‘MEME’ શેયર કર્યો છે. આ ‘MEME’માં તેની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય અને તેનો પહેલા બોયફ્રેન્ડ સલમાન ખાન તો છે જ. તેની સાથે જ ઐશ્વર્યા રાયનો હાલનો પતિ અભિષેક બચ્ચન પણ છે. પોસ્ટ શેયર કરતા વિવેકે લખ્યુ હતુ કે આ જેણે પણ બનાવ્યું છે, તે ઘણું ક્રિએટીવ છે. તેને રાજનીતિ સાથે સાંકળીને જોવામાં આવે નહીં.
National Commission for Women issues notice to actor Vivek Oberoi demanding explanation over his tweet on exit polls. pic.twitter.com/E5h2Yrqyq8
— ANI (@ANI) May 20, 2019
આ પોસ્ટ બાદ જ આ ‘MEME’ ઝડપથી સોશયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. તેના પછી વિવેક ઓબેરોય મુસીબતમાં ફસાતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર મહિલા પંચે વિવેકને કાયદાકીય નોટિસ ફટકારી છે. હવે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
મહત્વપૂર્ણ છે કે વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં લીડ રોલમાં દેખાવાનો છે. ઘણાં વિવાદોમાં ફસાયા બાદ ફિલ્મ 24 મેના રોજ રજૂ થવા જઈ રહી છે.