1. Home
  2. ગુજરાતી
  3. ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના
ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના

ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના

0
Social Share
  • ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર
  • WHOએ પણ ભારતની આ સિદ્વિ પર પ્રશંસા કરી
  • 75 કરોડ વેક્સિન લાગવી એ એક મોટી સિદ્વિ છે: અનુરાગ ઠાકુર

નવી દિલ્હી: કોરોના વિરુદ્વ ચાલી રહેલી લડત હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશમાં કોરોના વિરુદ્વ ચાલી રહેલું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીના સબકા સાથ, સબકા પ્રયાસના મંત્રની સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સતત નવા આયામો બનાવી રહ્યું છે. આઝાદીના 75માં વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે.

કોરોના વિરુદ્વ રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા બદલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારત સરકારને શુભેચ્છાઓ પાઠવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની પ્રશંસા કરતા કહ્યુ હતું કે, ભારતે ઝડપથી રસીકરણ કરતા માત્ર 13 દિવસમાં 10 કરોડ ડોઝ લોકોને લગાવવાનું કામ કર્યું છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 75 કરોડ વેક્સિન લાગવી એ એક મોટી સિદ્વિ છે. તે માટે હું પીએમ, દેશની જનતા, કોરોના વોરિયર્સ અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું. વિશ્વના દેશોના મુકાબલે ભારત રસીકરણ મુહિમમાં ખૂબ આગળ નીકળ્યું છે.

નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યારસુધી પ્રથમ ડોઝના રૂપમાં 29,92,22,651 ડોઝ લગાવવામાં આવ્યા છે. 18-44 વર્ષની ઉંમર વર્ગમાં 4,37,98,076 વેક્સિન બીજા ડોઝના રૂપમાં લગાવવામાં આવી છે. 45-59 વર્ષ ઉંમર વર્ગમાં 14,37,03,736 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 6,31,16,459 લોકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code