1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા વર્ષ 2021માં ભારતમાં શિક્ષણ મામલે આવશે અનેક પરિવર્તનો, શિક્ષણ પ્રણાલીમાં થશે ફેરફાર
નવા વર્ષ 2021માં ભારતમાં શિક્ષણ મામલે આવશે અનેક પરિવર્તનો, શિક્ષણ પ્રણાલીમાં થશે ફેરફાર

નવા વર્ષ 2021માં ભારતમાં શિક્ષણ મામલે આવશે અનેક પરિવર્તનો, શિક્ષણ પ્રણાલીમાં થશે ફેરફાર

0
Social Share
  • વર્ષ 2021 શૈક્ષણિક ક્ષેત્રે અનેક પરિવર્તન અને આશાઓનું વર્ષ
  • ટેક્નોલોજીથી શિક્ષણ આપવા અને મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળશે
  • વ્યવહારિકતા, શોધ અને નવીનતા પર વધી રહેલા ભારથી ‘નેક્સ્ટ નોર્મલ’ અભ્યાસક્રમોની માંગ વધશે

નવી દિલ્હી: વર્ષ 2021 એ શિક્ષણ મામલે અનેક આશાઓ માટેનું વર્ષ છે. કાર્યક્ષેત્ર અને શિક્ષણમાં તકનિકી પ્રગતિથી સંબંધિત સદાબહાર કુશળતા 2021માં માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ભાવિ નક્કી કરશે. ભારત સરકારે ઉચ્ચ શિક્ષણમાં વિદેશી કંપનીઓ માટે પોતાના દ્વાર ખોલ્યા છે, પરંતુ નિષ્ણાતો અનુસાર વિવિધ શાખાઓમાં અભ્યાસ એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે, સાથોસાથ કાર્યસ્થળોમાં તકનિકી તેમજ વ્યવહાર કુશળતાના સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આગામી સમયમાં શિક્ષકોની કુશળતા વધારવા પર ભાર આપવા તેમજ નવા સોફ્ટેવરના લોન્ચિંગથી શિક્ષણ આપવા તેમજ મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર અવિરતપણે જોવા મળશે. તેનાથી શીખવાની પ્રક્રિયામાં હાલનું વર્ચ્યુઅલ અંતર પણ દૂર થશે.

ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટેના ભાવિ વિશે વાત કરતાં ગ્લોબલ યુનિવર્સિટી સિસ્ટમ્સના એશિયા પેસિફિકના સીઇઓ શરદ મેહરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021 દેશની શિક્ષણ ક્ષેત્ર માટે આશા તેમજ તકોની કિરણો લાવશે. છેલ્લા કેટલાક મહિનાઓ પડકારજનક રહ્યા છે, પરંતુ તેઓએ વિચારસરણીની નવી રીતોને પ્રોત્સાહન આપ્યું છે અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં શીખવાની રીતોને આકાર મળ્યો છે.

એનઇપીના અમલીકરણથી ભારતમાં શિક્ષણ પ્રણાલીના માળખાને નવી વ્યાખ્યા મળશે. વિદ્યાર્થીઓની ભાગીદારીની ઓનલાઇન રીતને ટેકો આપવા યુનિવર્સિટીઓ અને શિક્ષકો વધુને વધુ ફેરફારો અપનાવી રહ્યાં છે. મિશ્રિત શિક્ષણ અને હાઈબ્રિડ મોડલ્સ તેમની ઝડપી ગતિ ચાલુ રાખશે. આ ઉપરાંત વ્યવહારિકતા, શોધ અને નવીનતા પર વધી રહેલા ભારથી ‘નેક્સ્ટ નોર્મલ’ અભ્યાસક્રમોની માંગ વધશે, જે દેશના યુવાનોની નોકરી મેળવવાની અપેક્ષાઓને વેગ આપશે.

કાર્યનું ભવિષ્ય પણ બદલાઈ રહ્યું છે. શરદ મેહરાએ વધુમાં કહ્યું કે, વર્ષ 2021 એ તમામ ઉદ્યોગોમાં ધંધા માટે ઘણી આશાઓ લાવ્યું છે અને તે આર્થિક નુકસાનની ભરપાઇ માટે પણ વચન આપે છે. જ્યારે મહામારી ફાટી નીકળી અને દેશ લોકડાઉન હેઠળ હતો, ત્યારે મોટાભાગની સંસ્થાઓની મુખ્ય ચિંતા કર્મચારીઓની સલામતી અને ધંધો ચાલુ રાખવાની હતી.

ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારત સામાજિક-આર્થિક પરિવર્તનના માર્ગ પર છે. આપણે દૂરથી કામ કરવાનું અને વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરવાના સંદર્ભમાં મોટા ફેરફારો જોયા છે. હવે જ્યારે આપણે નવા દાયકામાં આગળ વધી રહ્યા છીએ, નવી વાસ્તવિકતાઓ અપનાવવા, સાથે કામ કરવા અને દૂરથી કામ કરવાની નવી વાત હશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code