1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલ-ડિઝલના ભાવ પર પેટ્રોલિયમ પ્રધાને કહ્યું, આ કારણોસર વધ્યા ભાવ
પેટ્રોલ-ડિઝલના ભાવ પર પેટ્રોલિયમ પ્રધાને કહ્યું, આ કારણોસર વધ્યા ભાવ

પેટ્રોલ-ડિઝલના ભાવ પર પેટ્રોલિયમ પ્રધાને કહ્યું, આ કારણોસર વધ્યા ભાવ

0
Social Share
  • પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ પર પેટ્રોલિયમ પ્રધાનનું નિવેદન
  • આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને કારણે આવે થયું છે
  • જનકલ્યાણ તેમજ વિકાસ માટે સંસાધન પણ જોઇએ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને તેનો સીધો માર જનતા સહન કરી રહી છે ત્યારે પેટ્રોલ-ડિઝલની સતત વધતી કિંમત અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે આવું થયું છે.

તેમણે કહ્યું કે કોરોના સંક્રમણ દરમિયાન જ્યારે માંગ ઓછી થઇ ગઇ તો સપ્લાય બંધ થઇ ગયો. 6 મહિના પહેલા ઓપેકે વચન આપ્યું હતું કે જાન્યુઆરીમાં સપ્લાય વધારીશું. તેનાથી વિપરીત તેમણે સપ્લાય ઘટાડ્યો છે. 6-8 મહિના પહેલા જે પ્રોડક્શન સ્તર હતું તે પણ ઓછું કરી દીધું. આ માગ પુરવઠાનો મુદ્દો છે અને આ કારણોસર પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે.

પેટ્રોલિયમ પ્રધાને કહ્યું કે કાચા તેલના રિફાઇનિંગના ખર્ચા સિવાય વિકાસના કામો માટે પૈસાની અછત હતી. જનકલ્યાણ તેમજ વિકાસ માટે સંસાધન પણ જોઇએ. આ કારણે સેસ લગાવાયો. અમે પ્રોડક્શન કરતા દેશોને કહ્યું કે ગ્રાહક દેશોના હિત વિશે વિચારો. તેઓ મા મુદ્દે કેટલાંક પગલાં ભરશે.

એગ્રિકલ્ચર સેસ પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પહેલી વખત આવું થયું છે કે સેસ એગ્રિકલ્ચરમાં જાય, શું સિંચાઈ થવી જોઈએ નહીં? એમએસપીમાં વધારો ના થવો જોઈએ? પહેલી વખત ખેડૂતોના હિતમાં પૈસા ખર્ચ થઈ રહ્યા છે. આ માટે સરકારે સ્ટ્રેટેજી તૈયાર કરી છે. ખેડૂતો ફરી આંદોલન કેમ કરી રહ્યા છે તે સવાલ પર પેટ્રોલિયમ મિનિસ્ટરે કહ્યું કે અનાજનો પાક આંધ્ર પ્રદેશ, ઓડિસાથી પણ ખરીદવામાં આવે છે. ઘઉં યુપીથી પણ આવે છે. આ માટે એવું કહેવું ખોટું છે કે માત્ર પંજાબથી ખરીદી રહ્યા છીએ.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code