
- દેશના ખેડૂતો માટે સારા સમાચાર
- પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં પૈસા થશે જમા
- કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા કરશે ટ્રાન્સફર
નવી દિલ્હી: દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં આ 4000 રૂપિયા ડિપોઝિટ કરવામાં આવશે. થોડાક સમય પહેલા જ સરકારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આઠમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. આપને જણાવી દઇએ કે કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યારસુધી 9 કરોડથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.
PM કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જઇ તમારું ફોર્મ ભરી શકો છો. એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારા બેંકના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કેટલાક એવા ખેડૂતો છે કે જેઓએ રજીસ્ટ્રેસન ના કરાવ્યું હોવાથી તેઓને ખાતામાં 2000 રૂપિયા મળ્યા નહોતા.
આવા ખેડૂતો 30 જૂન સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો તે લોકોને મંજૂરી મળી ગઈ તો તે લોકો એપ્રિલ-જુલાઇ વાળો હપ્તો જુલાઇ મહિનામાં જ મળી જશે. આ સાથે જ ઓગસ્ટનો હપ્તો પણ મળી જશે.
આ રીતે તમે કરાવી શકો છો રજીસ્ટ્રેશન
- સૌથી પહેલા તમે વેબસાઇટ pmkisan.gov.in જાઓ
- ત્યારબાદ New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો
- હવે જે નવી ટેબ ખૂલી છે તેમાં તમારા આધારકાર્ડનો નંબર અને કેપચા કોડ ભરવાનો રહેશે
- હવે તમારે તમારી અને તમારી જમીન વિશેની બધી જ માહિતી આપવાની રહેશે
- આ બધી જ જાણકારી ભરી દીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો