1. Home
  2. ગુજરાતી
  3. ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે, ત્રણેય સેનાના વિમાનોની હેરતઅંગેજ કરતબો દરેકને કરશે મંત્રમુગ્ધ
ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે,  ત્રણેય સેનાના વિમાનોની હેરતઅંગેજ કરતબો દરેકને કરશે મંત્રમુગ્ધ

ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે, ત્રણેય સેનાના વિમાનોની હેરતઅંગેજ કરતબો દરેકને કરશે મંત્રમુગ્ધ

0
Social Share
  • ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે
  • ત્રણેય સેનાના વિમાનો હેરતઅંગેજ કરતબો કરશે
  • જગુઆરની આકૃતિ-75 આકર્ષણનું કેન્દ્ર રહેશે

નવી દિલ્હી: આગામી સપ્તાહે ગણતંત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે સેનાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વાયુસેના, આર્મી અને નૌસેનાના 75 વિમાનોનું ગણતંત્ર દિવસ પરેડને લઇને રાજપથ પર સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે. વાયુ સેના પ્રવક્તા વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ તેની જાણકારી આપી છે.

વાયુસેના પ્રવક્તા વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જાણકારી આપતા કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ સમારોહ અંતર્ગત ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસ પર રાજપથ પર પાંચ રાફેલ વમાન કરતબ બતાવવાની સાથે પોતાની તાકાતનું અને સામર્થ્યનું પ્રદર્શન કરશે.

 

તે ઉપરાંત નૌસેનાના મિગ-29કે અને પી-8આઈ સર્વિલાંસ વિમાન ઉડાન ભરશે. 17 જગુઆર વિમાન અમૃત મહોત્સવના 75માં વર્ષની આકૃતિ બનાવતા આકાશમાં જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code