1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. તલથી આ પ્રકારની મીઠાઈ પણ બને છે, શું તમને ખબર છે?
તલથી આ પ્રકારની મીઠાઈ પણ બને છે, શું તમને ખબર છે?

તલથી આ પ્રકારની મીઠાઈ પણ બને છે, શું તમને ખબર છે?

0
Social Share
  • તલથી બરફી પણ બનાવી શકાય છે
  • શું તમને આ વાતની જાણ છે?
  • જાણો શું શું બને તલમાંથી

તલમાંથી આમ તો અનેક વસ્તું બને છે જેના વિશે લોકોને જાણકારી હશે જ, તલમાંથી તેલ, તલસાંકડી, ચીક્કી, તલના લાડુ જેવું અનેક વસ્તુ બનાવી શકીએ છે. પણ તમને ખબર છે કે તલમાંથી મીઠાઈ પણ બને છે. લોકો ઠંડીની ઋતુ દરમિયાન તલની વસ્તુઓને ખાવા માટે વધારે પસંદ કરતાં હોય છે. તેવામાં આ વર્ષે તમને એક નવી રેસિપી વિશે જાણકારી મળશે.

જો વાત કરવામાં આવે તલની બરફીની તો તેના માટે આ પ્રકારની સામગ્રી જરૂર પડે છે. સૌથી પહેલા છે દેશી ઘી – 3 કપ, ખાંડ – 400 ગ્રામ, સફેદ તલ – 250 ગ્રામ, ઘઉંનો લોટ – 250 ગ્રામ, કાજુ – 20 (બારીક સમારેલા), બદામ – 20 (બારીક સમારેલા), એલચી પાવડર – 1 ટીસ્પૂન અને પાણી – 2 કપ.

બનાવવાની રીત સૌથી પહેલા એક પેનમાં તલને ધીમા તાપે શેકી લો. તલને સાઈડમાં કાઢી લો અને તેમાં જ લોટને શેકી લેવો. આ બંને વસ્તુઓને ઠંડી થવા દેવી. ઠંડુ થાય ત્યારબાદ તલનો ભુક્કો કરી લેવો. હવે એક તપેલીમાં પાણી અને ખાંડ ઉકાળવા મુકી ચાસણી તૈયાર કરો. ખાંડની ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલા તલનો પાવડર, લોટ, કાજુ, બદામ, એલચી પાવડર ઉમેરો અને ધીમા તાપે શેકો. જ્યારે મિશ્રણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે એક પ્લેટને ઘી વડે ગ્રીસ કરો અને મિશ્રણ તેમાં બરાબર પાથરી ઠંડુ થાય ત્યારબાદ કટકા કરી લો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code