પાલનપુર, 10 ઓક્ટોબર, 2026 : Farmers from 25 villages protested the new bypass road તાલુકામાં સુચિત બાયપાસ હાઈવેના નિર્માણને લીધે ખેડૂતોની કિંમતી જમીનો કપાતમાં જશે. એવા ભય સાથે પાલનપુર તાલુકાના 25 ગામોના ખેડૂતો વગદા ગામે એકઠા થયા હતા. બેઠકમાં ખેડૂતોએ એવો નિર્ણય લીધો હતો કે, જો ખેડૂતોના વિરોધને ધ્યાને લીધા વિના બાયપાસની કામગીરી આગળ ધપાવવામાં આવશે. તો આંદોલન કરાશે. ખેડૂતોના વ્યાપક હિતો અને આજીવિકા ધ્યાનમાં રાખીને સરકારે નવા બાયપાસ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે રોકવી જોઈએ તેવી મક્કમ અપીલ કરવામાં આવી છે.
પાલનપુર તાલુકામાં પ્રસ્તાવિત નવા બાયપાસ રોડની નિર્માણ પ્રક્રિયાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. બાયપાસ રોડના કારણે કિંમતી ખેતીની જમીનો કપાતમાં જવાનો અને અનેક પરિવાર જમીનવિહોણા બની જવાનો ભય છે. આ પરિસ્થિતિ વચ્ચે વગદા ગામે પાલનપુર તાલુકાના આશરે 25 ગામોના ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જગણાથી લઈને ખેમાણા ટોલનાકા સુધીના વિવિધ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ એકસૂરે વ્યથા ઠાલવી હતી કે બાયપાસ રોડથી તેમની ઉપજાવ જમીનો છીનવાઈ જશે. ખેડૂતોના વ્યાપક હિતો અને આજીવિકા ધ્યાનમાં રાખીને સરકારે નવા બાયપાસ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે રોકવી જોઈએ તેવી મક્કમ અપીલ કરવામાં આવી છે. ગ્રામજનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના વિરોધને ધ્યાને લીધા વિના બાયપાસની કામગીરી આગળ ધપાવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.


