Homeગુજરાતીગુજરાતભરૂચની જામા મસ્જિદના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ, પૂજાના અધિકારની માગ

ભરૂચની જામા મસ્જિદના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ, પૂજાના અધિકારની માગ

અમદાવાદ, 10 ઓક્ટોબર, 2026 :  Writ filed in Gujarat High Court regarding Bharuch’s Jama Masjid dispute ભરૂચની 14મી સદીની જામા મસ્જિદ એક જમાનામાં જૈન મંદિર હતું.  અરજદાર હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિતના પાંચ સ્થાનિક નાગરિકોએ હાઈકોર્ટમાં અરજી કરીને મસ્જિદ પરિસરમાંથી મળેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. આ મામલે હાઈકોર્ટે ASI પાસેથી સમગ્ર મુદ્દે સૂચનાઓ મેળવવા અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

 ભરૂચમાં આવેલી આ ઐતિહાસિક ઇમારત મૂળ જૈન મંદિર છે, જેને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મસ્જિદ તરીકે નોંધવામાં આવી છે. અરજદારોએ આ સ્થળને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે ઓળખાવી તેને જૈન-હિન્દુ મંદિર જાહેર કરવાની હાઈકોર્ટ સમક્ષ માગ કરી છે. સાથે જ જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિના સંરક્ષણ, પૂજાની મંજૂરી અને ઐતિહાસિક ઇમારતને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે ASI પાસેથી સમગ્ર મુદ્દે સૂચનાઓ મેળવવા અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

અરજદારોના કહેવા મુજબ ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતી આ ઇમારતના સ્થાપત્યમાં જૈન મંદિરનાં લક્ષણો જોવા મળે છે. અરજદારોનો દાવો છે કે આ સ્થળનો સંબંધ અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર સાથે છે અને તેનો ઐતિહાસિક ઉલ્લેખ વિવિધ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. તેમના મતે, ઇમારતના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિની યોગ્ય તપાસ કર્યા વિના તેને મસ્જિદ તરીકે ઓળખવામાં આવી છે. અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે વર્ષ 1909ના ગેઝેટમાં આ સ્થળને મસ્જિદ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ તેમના મતે આ નોંધ શરૂઆતથી જ ખોટી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે આટલા વર્ષો પછી આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે? તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે સ્થળની ઓળખ અંગેની તેમની ફરિયાદ નવી નથી, પરંતુ શરૂઆતથી જ ખોટી નોંધણી કરવામાં આવી હોવાનો તેમનો દાવો છે.

અરજદારોના વકીલ પ્રતિક ભાટિયાએ રજૂઆત કરી હતી કે, ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર છે. મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે તેના તાત્કાલિક સંરક્ષણની માગ કરી હતી. અરજદારોનો દાવો છે કે મૂર્તિ ઉપરાંત ઇમારતના કેટલાક સ્તંભોને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ રાહતો માગી છે. તેમાં ASIના વડોદરા સર્કલમાં આ સ્થળની જૈન મંદિર તરીકેની ઓળખ અંગે યોગ્ય તપાસ કરવાની, તેને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે જાહેર કરવાની તથા જામી મસ્જિદ તરીકેની નોંધ રદ કરવાની માગનો સમાવેશ થાય છે. આ મામલે હાઈકોર્ટે ASI પાસેથી સમગ્ર મુદ્દે સૂચનાઓ મેળવવા અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular