ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 : Train derails during metro trial in Gift City મેટ્રો ટ્રેનના રૂટ પર પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થતાં પહેલાં વહેલી સવારે એક ખાલી પાયલોટ ટ્રેન દાડાવાતી હોય છે. શહેરમાં ગિફ્ટ સિટીથી પેસેન્જર ટ્રેન સેવાઓ સવારે 7:48 વાગ્યે શરૂ થાય તે પહેલા શુક્રાવરે વહેલી સવારે 6 વાગ્યે પાયલોટ ટ્રેન ગિફ્ટ સિટી સ્ટેશન નજીક સાઇડિંગમાં મેટ્રોના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે મેટ્રો સેવા ઠપ થઈ હતી. ગિફ્ટ સિટી જનારી પ્રથમ ટ્રેનને PDEU સ્ટેશન પર (સવારે 7:40) ટૂંકાવી દેવામાં આવી હતી અને ટ્રેનમાં સવાર મુસાફરોને PDEU સ્ટેશનથી બસ દ્વારા ગિફ્ટ સિટી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ગિફ્ટ સિટી સ્ટેશનની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
જોકે બાકીના બધા કોરીડોર એટલે કે પૂર્વ-પશ્ચિમ કોરિડોર, ઉત્તર-દક્ષિણ કોરિડોર તથા મોટેરા-મહાત્મા મંદિર કોરિડોરની ટ્રેનો નિયત સમયપત્રક મુજબ જ દોડાવવામાં આવી હતી. તદુપરાંત જેએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરમાં પણ પ્રથમ ટ્રેન સિવાયની બધી જ ટ્રેન રાબેતા મુજબ દોડાવવામાં આવી હતી.
મેટ્રો રેલના PRO અંકુર પાઠકે જણાવ્યુ હતું કે, શુક્રવારે વહેલી સવારે આ ઘટના બની હતી પણ કોઈ પેસેન્જરને તકલીફ પડી નથી. પેસેન્જર વિનાની ખાલી ટ્રેનના કોચ ગિફ્ટ સિટી સ્ટેશન નજીક સાઇડિંગમાં મેટ્રોના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. હાલમાં પણ તમામ મેટ્રો સેવાઓ સમયસર /સમયપત્રક મુજબ કાર્યરત છે. પાયલોટ ટ્રેન અંગેની કામગીરી સાઇટ પર પૂર્ણ કરવામાં આવેલ છે, જ્યારે બનાવની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તથા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક ટ્રેન ઓપેરેટર અને એક ટ્રેન કંટ્રોલરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.


