
UP ELECTIONS 2022: સપાએ 159 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી, અખિલેશ કરહલ બેઠકથી લડશે ચૂંટણી
- યુપી વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ કમર કસી
- સપાએ 159 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી
- અખિલેશ યાદવ કરહલ બેઠકથી લડશે ચૂંટણી
નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણી માટે હવે સમાજવાદી પાર્ટીએ પણ કમર કસી છે. સમાજવાદી પાર્ટીએ આજે 159 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી છે.
યુપી વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીએ તેની પહેલી યાદીના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સમાજવાદી પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં અખિલેશ યાદવ, આઝમખાન, નાહિદ હસન સહિતના બીજા ઉમેદવારો સામેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કરહલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. સપા દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જેલમાં બંધ સાંસદ આઝમ ખાનનું નામ પણ સામેલ છે.
બીજા ઉમેદવારોની વાત કરીએ તો, સમાજવાદી પાર્ટીએ જેલમાં બંધ સાંસદ આઝમ ખાનને રામપુરથી ટિકિટ આપી છે. સપાએ સહારનપુરની નાકુડ બેઠક પરથી ધરમસિંહ સાઇનીને મેદાનમાં ઉતાર્યા છે. ધરમસિંહ સાઇની તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
બીજી તરફ સહારનપુર નગરના સંજય ગર્ગ તેમજ સહારનપુર દેહાતના આશુ મલિકને પણ ટિકિટ આપવામાં આવી છે. એસપીએ શામલીના કૈરાનાથી નાહિદ હસનને મેદાનમાં ઉતાર્યા છે. સપા નેતા નાહિદ હસનની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.