
મહિલા યાત્રી બની મસીહા: ચાલુ બસે ડ્રાઇવરને આવ્યો સ્ટ્રોક, મહિલાએ 10 કિમી સુધી બસ ચલાવી, ડ્રાઇવરનો બચાવ્યો જીવ
- ચાલુ બસે ડ્રાઇવરને સ્ટ્રોક આવ્યો
- મહિલા યાત્રીએ સ્ટીયરિંગ સંભાળીને બસને સંભાળી
- 10 કિમી સુધી ચલાવી ડ્રાઇવરને બચાવ્યો
નવી દિલ્હી: ક્યારેક જીવનમાં એવી કેટલીક ઘટના બનતી હોય છે ત્યારે એવું લાગે છે કે હવે આ ઘટનામાં કોઇ ચમત્કાર જ બચાવી શકે તેમ છે અને કોઇ વ્યક્તિ ત્યારે મસીહા બનીને આવીને સંપૂર્ણ સ્થિતિને સંભાળી લેતી હોય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના પુણેમાં બની હતી. અહીંયા એક મિની બસના ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા તે બેભાન થઇને નીચે પડી ગયો હતો ત્યારે ચાલુ બસ હોવાથી બધાના શ્વાસ અદ્વર થઇ ગયા હતા ત્યારે એક મહિલાએ મસીહા બનીને સમયસૂચકતા દર્શાવતા બસના સ્ટિયરિંગને પોતાના હાથમાં લઇ લીધું હતું અને યોગિતા સાતવે નામની બાહોશ યોગિતા સાતવેએ 10 કિલોમીટર સુધી બસ ચલાવી હતી અને તેને હોસ્પિટલ લઇ જઇ ડ્રાઇવરનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, યોગિતા અને અન્ય મહિલાઓ તેમજ બાળકો શિરૂરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ડ્રાઇવરને ખેંચ આવવા લાગી અને તે નીચે પડી ગયો હતો અને તેણે કારને એકાંત જગ્યાએ રોકવી પડી હતી.
बस ड्राइवर को अटैक पड़ जाने पर पुणे की महिला ने खुद बस चलाकर उसे हॉस्पिटल पहुंचाया.
देखें वीडियो pic.twitter.com/QHRlg5ENxy— Anubhav Veer Shakya (@AnubhavVeer) January 16, 2022
યોગિતાએ જણાવ્યું કે, મને કાર ચલાવતા આવડતી હોવાથી તેમજ બાળકો અને મહિલાઓને ગભરાહટમાં જોઇને મેં બસ ચલાવવાનું નક્કી કર્યું. યોગિતાએ અન્ય લોકોને પણ તેમના ઘર સુધી છોડી દીધા હતા. યોગીતાની આ સમજદારી અને સમયસૂચકતાના સૌ કોઇ પ્રશંસા કરી રહ્યાં છે.
યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાએ જણાવ્યું હતું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા.