1. Home
  2. ગુજરાતી
  3. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ – ક્યારેય ન જોવા મળેલા શાનદાર ફિમેલ લૂકમાં જોવા મળ્યા અભિનેતા
નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ – ક્યારેય ન જોવા મળેલા શાનદાર ફિમેલ લૂકમાં જોવા મળ્યા અભિનેતા

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ – ક્યારેય ન જોવા મળેલા શાનદાર ફિમેલ લૂકમાં જોવા મળ્યા અભિનેતા

0
Social Share
  • નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ 
  • એક મહિલાના અવતારમાં અભિનેતાનો શાનદાર લૂક

દિલ્હીઃ- બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ નાવનારા એભિનેતા નવાધુદ્દીન સિદ્દીકી પોતાના અભિનયને લઈને દર્શકોના દિલમાં સ્થાન મેળવવામાં  સફળ રહ્યા છે, તેમની વિલનની એક્ટિંગ હોય કે હિરોની તેમણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે ત્યારે હવે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ હડ્ડીને લઈને ચર્ચામાં આવ્યા છે.આ ફિલ્મમાંથી તેમનો શાનદાર લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

 ફિલ્મનો ફર્સ્ટ લૂક જોવા માટે ઓપન કરો આ લીંક

https://www.instagram.com/zeestudiosofficial/?utm_source=ig_embed&ig_rid=f2990d4a-5b60-4667-9d35-ad84b910dc3b

અભિનેતા નવાધુદ્દીન સિદ્દીકીની અપકમિંગ ફિલ્મ હડ્ડીનો ફર્સ્ટ લૂક આજે રિલીઝ કરવામાં આવ્યો છે.આ ફિલના નિર્દેશક અક્ષત અજય શર્મા છે, આ લૂકને જોઈને દર્શકોવની ફિલ્મ જોવાની ઈચ્છા ચોક્કસ વધે તો નવાઈ નહી હોય ,નિર્માતાઓએ જબરદસ્ત રીતે આ ફિલ્મની જાહેરાત કરીને તેનું મોશન પોસ્ટર રિલીઝ કરીને દર્શકોને ચોંકાવી દીધા છે.

ફિલ્મમાં લીડ રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકીના પ્રથમ મોશન પોસ્ટરમાં પહેલા ક્યારેય ન જોવા મળેલા લૂકમાં સામે આવ્યા છે.નવાઝુદ્દીન ફર્સ્ટ લુકમાં એક મહિલા તરીકે જોવા મળી રહ્યો છે. પહેલી નજરમાં કોઈ પણ કહી ન શકે કે આ એક અભિનેતા ચે,તે સંપૂર્મ મહિલા જ દેખાઈ રહ્યા છે.

આ પોસ્ટરમાં અભિનેતા સિલ્વર બોડીકોન ડ્રેસથી સજ્જ છે, ખુલ્લા વાળ અને મેકઅપ સાથે તે કિંગસીટ પર બિરાજમાન જોવા મળે છે. હડ્ડી એ ઝી સ્ટુડિયો, આનંદિતા સ્ટુડિયો દ્વારા નિર્મિત અને અક્ષત અજય શર્મા દ્વારા દિગ્દર્શિત રિવેન્જ ડ્રામા  ફિલ્મ છે. ઝી સ્ટુડિયો વતી ઈન્સ્ટાગ્રામ પર તેનું સોશિયલ પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ અપરાધ આટલા સારા પહેલા ક્યારેય નહોતા દેખાતા.આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code