
ઘરની પ્રગતિ કરવી હોય તો ઘરમાં આ પ્રકારની વસ્તુઓ ક્યારેય ન રાખો
- ઘરમાં આ પ્રકારની વસ્તુઓને ન રાખો
- ઘરમાં થઈ શકે છે નુક્સાન
- બંધ ઘડિયાળ અને તૂટેલો કાંચ ન રાખો
મોડર્ન સમયમાં મોટાભાગના લોકો વાસ્તુમાં, તથા જ્યોતિષ શાસ્ત્રોમાં માનતા નથી. જે લોકો આ વાતોમાં માને છે તેમની વાત પર કોઈને વિશ્વાસ આવતો નથી. પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારની વસ્તુઓ જીવન તથા ઘરની પ્રગતિ પર અસર કરે છે અને તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ થતી હોય છે.
જ્યોતિષ તથા જાણકારો ઘરની પ્રગતિને લઈને પોતાનો મત વ્યક્ત કરતા કહે છે કે ઘરમાં પાણીનો બગાડ થવો જોઈએ નહી. ઘરમાં કોઈ પણ નળમાંથી જો કામ વગર પાણી જતું હોય તો તે યોગ્ય નથી. આ ઉપરાંત ઘરમાં બંઘ ઘડિયાળ કે તૂટેલો કાંચ પણ રાખવો જોઈએ નહી. બંધ ઘડિયાળને લઈને જ્યોતિષ કહે છે કે બંધ ઘડિયાળ એ તમારા સમયને રોકે છે અને સ્થિતિ હંમેશા વિકટ બનેલી રહે છે. જ્યારે કાંચને લઈને કહે છે કે કાંચનું તૂટવું તે શુભ ગણવામાં આવે છે પરંતું તૂટેલા કાંચને ઘરમાં રાખી મુકવો તે અપશકુનિયાળ ગણવામાં આવે છે.
આ ઉપરાંત જ્યોતિષ પોતાના મત અનુસાર તેમ પણ કહે છે કે ઘરમાં જરૂર ન હોય તેવી લોંખંડની વસ્તુને પણ રાખવી જોઈએ નહી.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર માન્યતાઓને આધારે લખવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.