1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નવુ પોસ્ટર લોંચ- 25 ફેબ્રુઆરીએ ફિલ્મ થશે રિલીઝ
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નવુ પોસ્ટર લોંચ- 25 ફેબ્રુઆરીએ ફિલ્મ થશે રિલીઝ

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નવુ પોસ્ટર લોંચ- 25 ફેબ્રુઆરીએ ફિલ્મ થશે રિલીઝ

0
Social Share
  • આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નુ પોસ્ટર
  • 25 ફેબ્રુઆરી એ ટ્રેલર થશે રિલીઝ

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટની અપકમિંગ ફુલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે.આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજ રોજ આ ફુલ્મનું નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ સાથે ફિલ્મના ટ્રેલરની  ડેટ  રિલીઝ વિશે પણ માહિતી આપવામાં આવી છે. ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ આ મહિને 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે જે રિલીઝ ડેટમાં ઘણી વખત ફેરફાર પણ થઈ ચૂક્યા છે.

ફિલ્મની નવી પોસ્ટ શેર કરતાં આલિયાએ લખ્યું છે કે- આ રાહી હૈ ગંગુ… ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં આલિયા બેડ પર બેઠેલી જોવા મળે છે. સફેદ સાડી, આંખોમાં ઘટ્ટ કાજલ અને મોટી બિંદી લગાવીને આલિયાનો શાનદાર અવતાર જોવા મળે છે.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે. આલિયા આલિયા આ પહેલીવાર ડોનના રોલમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું પહેલું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જોકે તેનું ટ્રેલર ચાહકોને વધુ પસંદ આવ્યું ન હતું. આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાર્તા પુસ્તક ‘ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ’ પર આધારિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code