1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-ડીસા હાઈવે પર નવો બનાવેલો બ્રિજ માત્ર એક વર્ષમાં બેસી ગયો, કલેકટરે માંગ્યો રિપોર્ટ
પાલનપુર-ડીસા હાઈવે પર નવો બનાવેલો બ્રિજ માત્ર એક વર્ષમાં બેસી ગયો, કલેકટરે માંગ્યો રિપોર્ટ

પાલનપુર-ડીસા હાઈવે પર નવો બનાવેલો બ્રિજ માત્ર એક વર્ષમાં બેસી ગયો, કલેકટરે માંગ્યો રિપોર્ટ

0
Social Share

પાલનપુરઃ રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ સહિતના બાંધકામોમાં યોગ્ય ગુણવત્તા જળવાતી ન હોવાથી નવા બાંધકામો એક વર્ષમાં તૂટવા લાગે છે. અને સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં જાય છે. જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર ડીએફસીસી દ્વારા એક વર્ષ પહેલા જ બનાવાયેલો બ્રીજ બેસી ગયો છે. આ બ્રિજ અધવચ્ચેથી બેસી જતા વાહનો માટે અકસ્માતનું જોખમ સર્જાયું છે. જેને કારણે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિત રિપોર્ટ માંગ્યો છે.

ડીસા-પાલનપુર હાઈવે પર  ડીએફસીસી દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા બ્રિજને એક વર્ષ પણ નથી થયું અને સતત બીજીવાર અધવચ્ચેથી બ્રિજ બેસી જવા ગયો છે અને જેને કારણે પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે, વાહનો ફંગોળાય છે, અને અકસ્માતની ભીતિ છે ત્યારે વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બ્રિજ માટે કોઈ નક્કર પગલાં ભરવા જોઈએ. નવો નક્કોર બ્રિજ બેસી જતા કલેકટરે ડીએફસીસી પાસે આ બ્રિજનો લેખિત રિપોર્ટ માગ્યો છે. ગાંધીનગર આઈઆઈટીની ટીમ દ્વારા પણ આ બ્રિજનો સર્વે કરાવ્યો છે અને બ્રિજમાં વપરાયેલી માટી પણ લેબમાં મોકલાય છે. જોકે ડીએફસીસીના લેખિત રિપોર્ટ બાદ કલેક્ટર કસુરવારો સામે પગલાં ભરશે કે કેમ? તે ચર્ચાનો વિષય છે. બ્રિજની ડિઝાઈનમાં મોટી ખામી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા-પાલનપુર હાઈવે પર નવા બનાવાયેલા બ્રિજની આ હાલત છે તેમ છતા તંત્ર હજી રિપોર્ટ મંગાવવાની વાત કરી રહ્યું છે. આ બ્રિજ પર લાઈટ નથી. જો રાત્રિના સમયે બાઈક લઈને નીકળી એ તો અકસ્માત થયા વિના ન રહે. તંત્રએ તાત્કાલીક આ બ્રિજ વાહનવ્યવાહર માટે બંધ કરી સમારકામ કરાવવાની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code