1. Home
  2. ગુજરાતી
  3. મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની કોઈ ઘટના નહી, સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસ ક્ટ્રોલ રુમ સ્થાપિત કરાયા
મણીપુરમાં  છેલ્લા 24 કલાકમાં હિંસાની કોઈ ઘટના  નહી, સુરક્ષાને ધ્યાનમાં લેતા  પોલીસ ક્ટ્રોલ રુમ સ્થાપિત કરાયા

મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની કોઈ ઘટના નહી, સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસ ક્ટ્રોલ રુમ સ્થાપિત કરાયા

0
Social Share

 

ઈમ્ફાલઃ- મે મહિનામાં શરુ થયેલી કુકી અમે મતૈઈ સમુદાય વચ્ચેનું આદોલન ધઘીરે ઘીરે હિંસક બન્યું આ હિંસામાં 100થી વધુ લોકોના જીવ પણ ગયા જો કે હવે અહીની સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી છે અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અહી એક પણ હિંસાની ઘટના બની નથી પરંતુ પોલીસ અને સેના સતર્ક બની છે.

હિંસાગ્રસ્ત મણિપુરમાં લાંબા સમય બાદ જનજીવન પાટા પર આવવા લાગ્યું છે. પોલીસે કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હિંસાની કોઈ અપ્રિય ઘટના બની નથી. તે જ સમયે, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. તેજપુરઃ મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં કોઈ હિંસા થઈ નથી, પરંતુ સ્થિતિ તંગ છે.

સુરક્ષાને ધ્યાનમાં લેતા રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો રાજ્યમાં સતત પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.જેમાં પહાડી અને ખીણ બંને જિલ્લાના દૂરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

મણિપુર પોલીસે મા એમ પણ કહ્યું કે સોમવારથી નેશનલ હાઈવે 37 (A) પર માલસામાન વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે  મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય જનજીવન પાટા પર આવી ગયું છે.વિતેલા દિવસને મંગળવારે, જીરીબામથી માલસામાન લઈને કુલ 300 વાહનો અને નોનીથી 356 વાહનો રાજધાની ઈમ્ફાલ માટે રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી છે અને મણિપુરના વિવિધ જિલ્લાઓમાં લગભગ 110 સ્થળોએ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.

આ સહીત પોલીસ દ્રારા કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કર્ફ્યુ વચ્ચે અપ્રિય પરિસ્થિતિને કારણે પોલીસે ખાસ કરીને પહાડી અને ખીણ વિસ્તારોમાં 185 લોકોની અટકાયત કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code