
નોઈડા આતંરારાષ્ટ્રીય એરપોર્ટને મળ્યો DNX કોડ, જાણો આ કોડનું શું છે મહત્વ
દિલ્હીઃ- નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વભરમાં જાણીતું છે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગમાય છએ ત્યારે હવે આ એરપોર્ટને એક ખાસ ત્રણ અક્ષરનો DXN કોડ મળ્યો છે. એરલાઇન બુકિંગ આ કોડ સાથે કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આ કોડ તમામ એરપોર્ટને આપે છે. ત્રણ અક્ષરનો DXN હવે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કાયમી પિન કોડ બની ગયો છે. 2024 ના અંત સુધીમાં, આ એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરો DXN કોડ દ્વારા એરપોર્ટ પરના વિવિધ પ્લેટફોર્મને સરળતાથી ઓળખી શકશે. એરપોર્ટની કામગીરી શરૂ થતાં જ આ કોડ પણ સક્રિય થઈ જશે.
આ કોડ થકી યાત્રીઓ અને ઉડ્ડયન વ્યાવસાયિકોને તેમના ગંતવ્યને ઓળખવામાં મદદ મળશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના સીઈઓ ક્રિસ્ટોફ સ્નેલ્મેને IATA તરફથી DXN કોડ પ્રાપ્ત કરવા પર ખુશી વ્યક્ત કરી છે.
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ડિસેમ્બર 2024 સુધીમાં કામગીરી શરૂ કરશે અને ત્યાર બાદ જ આ કોડ પણ સક્રિય થશે. તમને જણાવી દઈએ કે આ એરપોર્ટ પર મુસાફરોને ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીની ઝલક સાથે સુવિધાઓ મળશે.NIA એરપોર્ટ પર કોઈપણ મુશ્કેલી વિના કાર્યક્ષમ મુસાફરોને અનુભવ આપવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એરપોર્ટના સીઈઓ ક્રિસ્ટોફ સ્નેલ્મેને કહ્યું કે અમે આઈએટીએ કોડ પ્રાપ્ત કરવા માટે ઉત્સાહિત છીએ. એરલાઇન્સ અને ટ્રાવેલ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટને ઓળખવા માટે DXN કોડનો ઉપયોગ કરશે. આ કોડનો ઉપયોગ ટિકિટ બુકિંગ અને બેગેજ ટેગ ઓળખ માટે પણ થઈ શકે છે.