હવે કેનેડાના આકાશમાં ઉડતી જોવા મળી કોઈ અજ્ઞાત વસ્તુ- ફાઈટર જેટ દ્રારા તોડી પાડવામાં આવ્યું
- કેનેડાના આકાશમાં સાજૂસી બલૂન જોવા મળ્યું
- યુએસ સેના દ્રારા તોડી પાડવામાં આવ્યું
દિલ્હીઃ- ચીનનું જાસૂસી બલુન છેલ્લ આકેટલાક સમયથી અમેરિકા સહીતના દેશઓમાં જોવા મળ્યું હતું ત્યારે ફરી આજ પ્રકારનું બલૂન કેનેડાના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે.ા મામલે કેનેડાના પ્રધાનમંત્રી ટુડ્ડોએ પોતે માહિતી આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડાના આકાશમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી જેને અમેરિકાના ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે અમે તેને નષ્ટ કરી નાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી, નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે તે શંકાસ્પદ વસ્તુને ઠાર કરી દીધી.
I ordered the take down of an unidentified object that violated Canadian airspace. @NORADCommand shot down the object over the Yukon. Canadian and U.S. aircraft were scrambled, and a U.S. F-22 successfully fired at the object.
— Justin Trudeau (@JustinTrudeau) February 11, 2023
જો કે કેનેડાના પીએમ એ આ ઘટનાને લઈને ટ્વિટ પણ કર્યું છે.પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘મેં કેનેડિયન એરસ્પેસનું ઉલ્લંઘન કરતી અજાણી વસ્તુને તોડવાનો આદેશ આપ્યો છે. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે યુકોન ઉપર શંકાસ્પદ પદાર્થને તોડી પાડ્યો હતો. કેનેડિયન અને અમેરિકન પ્લેન લેન્ડ કરવામાં આવ્યા હતા અને અમેરિકન ફાઇટર જેટ F-22 એ તેને તોડી પાડ્યું હતું.