
હવે સાઉદી બાદ બ્રિટન એ પણ વિઝાના નિયમોંમાં કર્યા બદલાવ ,, ભારતીયોને થશે મુશ્કેલી
દિલ્હી – તાજેતરમાં સાઉદી અરેબિયા એ વર્કિંગ વિઝા ને લઈને પોતાના નિયમો બદલ્યા હતા ત્યાર બાદ ભારતના લોકોનું કામ અર્થે સાઉદી જવું થોડું મુશ્કેલ બન્યું ત્યારે હવે સાઉદી બાદ બ્રિટને પણ પોતાના વિઝા ના નિયમોમાં ફરફર કર્યા છે.
સુનક સરકારે બહારથી આવતા અને બ્રિટનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ નિયમ બનાવ્યો છે. હવે તેઓ જ્યાં સુધી અનુસ્નાતક અથવા સંબંધિત અભ્યાસક્રમમાં ડિગ્રી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ પરિવારને સાથે રાખી શકશે નહીં. કુટુંબ અથવા કુટુંબના કોઈપણ સભ્યને આરોગ્ય અને સંભાળ રાખનાર તરીકે લઈ જવા પર પ્રતિબંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ બ્રિટન વર્ક પરમિટ વિઝાના ધોરણો બદલ્યા છે બ્રિટન જઈને નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે આ માથા સમાચાર છે. હવે આ નિર્ણય થી ભારતીયોને નુકસાન સહન કરવું પડી શકે છે.
2022માં લગભગ 7.5 લાખ ઇમિગ્રન્ટ્સ બ્રિટન આવ્યા, જેના કારણે સરકાર અને અન્ય ઘણા વિભાગો પર દબાણ આવ્યું. કાર્યકારી નીતિને અસર થઈ હતી. નવા વિઝા નિયમો વર્ષ 2024થી લાગુ થશે.
બ્રિટિશ સરકારના આ પગલાથી લગભગ 3 લાખ ભારતીયોને અસર થશે. તેઓએ તેમના દેશમાં પાછા ફરવું પડશે કારણ કે નવા નિયમો પછી તેઓ બ્રિટનમાં રહેવા માટે લાયક નથી
Immigration is too high.
Today we’re taking radical action to bring it down.
These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY
— Rishi Sunak (@RishiSunak) December 4, 2023
પ્રાપ્ત માહિતી મુજબ નવા નિયમો અનુસાર, બ્રિટનમાં કામ કરતા વિદેશી કામદારો હવે તેમના પરિવારને તેમની સાથે લઈ જઈ શકશે નહીં. બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ સંસદમાં નિવેદન આપ્યું હતું અને નિયમોમાં ફેરફાર અંગે માહિતી આપી હતી.
એટલું જ નહીં આ પછી વડાપ્રધાન સુનકે ટ્વીટ કરીને લોકોને વર્કિંગ વિઝાના નિયમોમાં ફેરફાર વિશે જાણકારી આપી હતી. વર્કિંગ વિઝાના નિયમોમાં ફેરફાર કરવા પાછળનો હેતુ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો હવાનું જણાવ્યું છે.