1. Home
  2. ગુજરાતી
  3. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં
હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

0
Social Share

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે એસબીઆઇ ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ રજૂ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ છે તે દરેક ભારતીયની નાણાકીય સગવડતા સાથે સશક્ત બનાવે છે. ગ્રાહકોની આનંદપ્રદ ડિજિટલ અનુભવની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે YONO ને એક નવું રૂપ આપ્યું છે.

એસબીઆઈનું દરેક ભારતીય માટે YONO (YONO for every indian) મિશન શરૂ થતાં હવે YONO એપ્લિકેશનના માધ્યમથી બેંક ગ્રાહકને હવે સ્કેન અને પે, કોન્ટેક્ટ દ્વારા ચૂકવણી અને રિકવેસ્ટ મની જેવી UPI સુવિધાઓની ઍક્સેસ પ્રાપ્ત કરવામાં આવશે.આ ઉપરાંત, ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા હેઠળ, SBI ગ્રાહકોને તો લાભ મળશે જ સાથે અન્ય બેંકોના ગ્રાહકો ‘UPI QR Cash” ની સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ બેંકના ICCW સક્ષમ ATMમાંથી રોકડ ઉપાડી શકશે.

દેશમાં કોરોના મહામારી બાદ ડીજીટલ પેમેન્ટનું કલ્ચર વધ્યું છે અને મોટી સંખ્યામાં લોકો હવે ડીજીટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર ડીજીટલ પેમેન્ટ તરફ લોકો વળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો પણ ગ્રાહકોની સુવિધાઓમાં વધારો થાય તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code