
- ગર્ભવતી મહિલાઓનું થશે વેક્સિનેશન
- આરોગ્ય મંત્રાલયે આ બાબતે પરવાનગી આપી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ બાદ વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ જોવા મળ્યો છે, જો કે પહેલા ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સિન લેવાની અનુમતી મળી ન હતી, પરંતુ પરિસ્થિતીને જોતા વેક્સિન જેમ બને તેમ વધુ લોકો લે તે ખાસ મહત્વનું છે.ત્યારે હવે દેશમાં ગર્ભવતી મહિલાઓને પણ કોરોના સામે રક્ષણ માટે વેક્સિન આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અંગે રચાયેલી નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુઝની ભલામણ પર આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓની રસીકરણને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, ‘સગર્ભા સ્ત્રીઓ હવે કોવિન પર નોંધણી કરાવ્યા પછી અથવા સીધી કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને વેક્સિન લઈ શકે છે’
તાજેતરમાં, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે આ બાબતે કહ્યું હતું કે એનટીએજીઆઈની ભલામણ મુજબ, સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણ સલામત છે. આ સમગ્ર વચ્ચે શુક્રવાર સુધીમાં દેશમાં 34 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
મંત્રાલય પાસેથી શુક્રવારે સવારે સાત વાગ્યા સુધી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, 34 કરોડ76 લાખ 232 લોકોને વેક્સિનો ડોઝ આપવામાં આવ્યા છે જેમાં છેલ્લા24 કલાની જો વાત કરીએ તો આ દરમિયાન 42 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, એમ મંત્રાલયે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના 167 મા દિવસને 1લી જુલાઈના રોજ 42 લાખ 64 હજાર 123 ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાં 32 લાખ 80 હજાર 998 લોકોને પ્રથમ ડોઝ મળ્યો હતો અને 9 લાખ 83 હજાર 125 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.