ઘનતેરસના દિવસે લોકોએ 15 ટન સોનાની કરી ખરીદી, જેની કિંમત અંદાજે 75 હજાર કરોડ રુપિયા
- ઘનતેરસના દિવસે ભરપુર સોનાની થી ખરીદી
- 15 ટન સોનું ભારતના લોકોએ ખરીદ્યુ
- 75 હજાર કરોડ રુપિયાનું સોનુ ગઈ કાલે વેચાયું
દિલ્હીઃ- હાલ દેશભરમાં દિવાળીની જોરશોર ઉજવણી ચાલી રહી છે ગઈ કાલે દેશભરમાં ઘનતેરસ હોવાથી લોકો સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, સોનું ઓલ ટાઈમ હાઈથી રૂ. 8 હજાર રુપિયા વધુ સસ્તું થવાની અસર બજારોમાં જોવા મળી હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એ આપેલી માહિતી પ્રમાણે જ્વેલરી ઉદ્યોગ મહામારી બાદ હવે મંદીમાંથી બહાર આવ્યો છે.
CAITએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ધનતેરસના દિવસે દેશભરમાં લગભગ રૂ. 75 હજાર કરોડનું વેચાણ થયું હતું. લગભગ 15 ટન સોનાના દાગીના સહીત સિક્કાઓ બિસ્કિટ્સનું વેચાણ થયું હતું.”જેમાં રાજધાની દિલ્હીમાં આશરે રૂ. 1,હજાર કરોડ, મહારાષ્ટ્રમાં રૂ. 1 હજાર 500 કરોડ, ઉત્તર પ્રદેશમાં રૂ. 600 કરોડના અંદાજિત વેચાણનો સમાવેશ થાય છે,. દક્ષિણ ભારતમાં વેચાણ આશરે રૂ. 2, હજાર કરોડ હોવાનો અંદાજ છે.
દિવાળી પહેલા બજારોમાં ધનતેરસની સકારાત્મક શરૂઆત થઈ હતી અને ખોવાયેલી ચમક પાછી આવી રહી છે ત્યારે સોનાના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાના માર્ગે છે. કોરોનાની ઘટતી જતી ચિંતાઓ અને માંગમાં વધારો થવાને કારણે ગ્રાહકોની ભીડ સોનું ખરીદવા માટે દુકાનોમાં ઉમટી રહી છે.
ઘનતેરસના દિવસને મંગળવારે ખરીદીમાં વધારો થયો હતો, ખાસ કરીને હળવા સોનાના ઉત્પાદનોમાં, ઑગસ્ટ નજીક સોનાના ભાવ 57,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ નીચા સ્તરેથી નરમ પડ્યા હતા, ધનતેરસને કિંમતી ધાતુઓથી લઈને વાસણોની ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.