1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત ચીન વિવાદ અંગે સીડીએસ રાવતે કહ્યું, ‘ભારત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’
ભારત ચીન વિવાદ અંગે સીડીએસ રાવતે કહ્યું, ‘ભારત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’

ભારત ચીન વિવાદ અંગે સીડીએસ રાવતે કહ્યું, ‘ભારત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’

0
Social Share
  • ચીન-ભારત સીમા વિવાદ પર સીડીએસ રાવતનું નિવેદન
  • ચીન સાથે કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા સેના તૈયાર

દિલ્હીઃ-ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કોલકાતામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચીને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર સ્થિરતા ડગમગાવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમારા જવાન સરહદનું રક્ષણ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

સીડીએસ રાવતે કહ્યું કે, કોરોના વાયરસ મહામારી વચ્ચે, ચીને ઉત્તર સરહદે એલએસી પર સ્થિરતા બદલવાનો પ્રયાસ કર્યો છે. જેને ધ્યાનમાં રાખીનેલ આપણાને જમીન, સમુદ્ર અને હવામાં વધુ તૈયારીઓ સાથે સજ્જ રહેવાની જરુર છે. તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે, ભારતીય સશસ્ત્ર દળો જમીની સ્તરે, હવા સ્તરે કે સુદ્દી સ્તરે આપણી સરહદોનું રક્ષણ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

સીડીએસએ કહ્યું, અમે લદ્દાખમાં એક ગતિરોધની સ્થિતિમાં છે અને તેના આધારે કેટલીક વિકાસ ગતિવિધિયો છે જે તિબેટ સ્વાત્ય ક્ષેત્રમાં ચાલી રહી છે. દરેક દેશની  પોતાની સલામતી પોતાના હિતના આધારે તૈયારીઓ ચાલુ રાખશએ . હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે કોઈ પણ ઘટનાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.

જ્યારે જનરલ રાવતને પાકિસ્તાન તરફથી કરવામાં આવતા સીઝ ફઆયરવના ઉલ્લંઘન વિશે પુછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું હતું કે, બીજા પક્ષે વધુ ચિંતા કરવાની જરુર છે, આપણે સમગ્ર રીતે તૈયાર છીએ અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છીએ

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code