
ચાલુ ફ્લાઈટમાં મહિલા કોરોના પોઝિટિવ મળી આવી, અને પછી વોશરુમમાં કરવી યાત્રા,જાણો શું છે આખી ઘટના
- ચાલુ ફ્લાઈટમાં મહિલા પોઝિટિવ આવી
- મહિલાએ આગળની મુસાફરી બાથરુમમાં કરવી પડી
દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ વધતા જોવા મળી રહ્યા છે,ત્યારે અવનવી કોરોનાની ઘટનાઓ પમ સામે આવી રહી છે જેમાં એક ઘટના એવી બની છે કે જે સાંભળીને સૌ કોઈને ઓશ્ચર્ય થશે, ચાલુ ફ્લાઈટની યાત્રામાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી અને તેણે બાકીની યાત્રા વોશરુમમાં બેસીને કરવી પડી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિકાગોથી આઇસલેન્ડ જતી ફ્લાઇટમાં મધ્ય-માર્ગે એક મહિલાનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો. આ પછી, અમેરિકન મહિલાને ત્રણ કલાક સુધી વિમાનના બાથરૂમમાં અલગ રાખવામાં આવી હતી. WABC-TVએ આ બાબતે રિપોર્ટ આપ્યો છે કે મિશિગનની એક મહિલા શિક્ષિકા મારિસા ફોટોને 19 ડિસેમ્બરે મુલાકાત દરમિયાન ગળામાં દુખાવો થયો હતો. જે બાદ તે રેપિડ કોવિડ ટેસ્ટ કરાવવા બાથરૂમમાં ગઈ હતી. રિપોર્ટમાં તે પોઝિટિવ મળી આવી હતી
ફોટોએ સીએનએનને જણાવ્યું હતું કે તે ફ્લાઇટ પહેલાં બે પીસીઆર પરીક્ષણો અને લગભગ પાંચ ઝડપી પરીક્ષણોમાંથી પસાર થઈ હતી. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ લગભગ દોઢ કલાક સુધી ફ્લાઇટમાં બેઠા પછી ફોટિયોને ગળામાં દુખાવો થવા લાગ્યો. તેણે કહ્યું, “મારા મગજમાં પૈડાં ફરવા લાગ્યા. મેં ફરીથી મારી જાતનું પરીક્ષણ કરવાનું વિચાર્યું. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.”
જો કે મહત્વની વાત એ છે કે ફોટિયો એ રસીનો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો.મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તે સતત કોરોના તપાસમાંથી પસાર થાય છે. કારણ કે તે અશિક્ષિત વસ્તી સાથે કામ કરે છે. એટલાન્ટિક મહાસાગરની ઉપરના વિમાનના વોશરુમમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોયા બાદ તે ગભરાઈ ગઈ હતી. બાદમાં તેણે આગળની મુસાફરી 3 કલાક સુધી ફ્લાઈટના વોશરુમમાંં જ કરવી પડી હતી.
જો કે આ પહેલા તેના માટે એલગ સિટની વ્યવસ્થા કરવાના પ્રયત્ન કર્યો પરંતુ તે શક્ય બન્યું નહી કારમ કે દરેક સીટ ફૂલ હતી છેવટે તેણે વોશરુમમાં જ મુસાફરી કરી રહી હતી, “જ્યારે તેણી પાછી આવી અને મને કહ્યું કે તેણીને પૂરતી બેઠક મળી નથી, ત્યારે મેં બાથરૂમમાં રહેવાનું પસંદ કર્યું. હું ફ્લાઇટમાં અન્ય લોકોની આસપાસ રહેવા માંગતી ન હતી,” ફોટિયો એ કહ્યું. બાથરૂમના દરવાજાની બહાર નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. આ ફોટો ફ્લાઇટના લેન્ડિંગ બાદ છેલ્લે બહાર આવી હતી.