અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી મહિલા પાસેથી એક કિલો સોનુ પકડાયું
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ઈન્ટરનેશનલ હવાઈ સેવા શરૂ થયા બાદ સોનાની તસ્કરી કરતા તસ્કરોએ સક્રીય બન્યાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી મહિલાને એક કિલો સોનુ ઝડપી લીધી હતી. મહિલાએ એક કિલો વજનની ત્રણ જેટલી કેપ્સ્યૂલને શરીરના ગુપ્ત અંગ છુપાવ્યું હતું. સોનાની કિંમત 53 લાખ જેટલી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી મહિલા ઉતરી હતી. શંકાના આધારે કસ્ટમ વિભાગે તેની તપાસ કરી હતી. તેની તપાસ દરમિયાન ગુપ્તભાગમાં એક કિલો વજનનું સોનુ છુપાવ્યું હોવાનું સામે આવ્યું હતું. મહિલાના શરીરમાં છુપાયેલું સોનું બહાર કાઢવા માટે તબીબોને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. મહિલાએ શરીરના અંદરના ભાગમાં સોનુ છુપાવ્યું હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે કોસ્ટગાર્ડની ટીમે મહિલાની અટકાયત કરીને પૂછપરછની તૈયારીઓ શરૂ કરી હતી.
મહત્વનું છે કે કોરોના સંકટ ઓછું થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પૂર્વવત થઈ રહી છે. આ દરમિયાન દાણચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. છેલ્લા 18 દિવસમાં આ પ્રકારનો પાંચમો કિસ્સો સામે આવ્યો છે.