1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉવારસદ- પુન્દ્રાસણ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા એકનું મોત
ઉવારસદ- પુન્દ્રાસણ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા એકનું મોત

ઉવારસદ- પુન્દ્રાસણ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા એકનું મોત

0
Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઉવારસદ-પુન્દ્રાસણા રોડ પર સર્જાયો હતો, ઉવારસદથી પુન્દ્રાસણ તરફ જતા રોડ ઉપર આવેલી ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બેને ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ બાદ ટ્રક ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  કડી તાલુકાના નારોલા ગામના આશરે 70 વર્ષિય લક્ષ્મણજી છત્રાજી ઠાકોર તેમના પત્ની લશીબેન અને પૌત્ર અંશુ તલાજી ઠાકોર ઉવારસદમાં આવેલા લીલીવાડી જોગણી માતાજીના દર્શન કરવા કાર લઇને ગયા હતા. જ્યારે દર્શન કરીને દાદા,દાદી અને પૌત્ર રાતના સમયે ઘર તરફ ઉવારસદથી પુન્દ્રાસણ તરફના રસ્તા ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન પુન્દ્રાસણ ચોકડી પાસે ટ્રકના ચાલકે બેદરકારી રીતે તેનુ વાહન હંકારી કાર સાથે ટકરાવી દીધુ હતુ. જેમાં કાર ચાલક લક્ષ્મણજીનુ બનાવ સ્થળે જ મોત થઇ ગયુ હતુ. જ્યારે કારમાં સવાર લશીબેન અને પૌત્ર અંશુને  ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ બનાવને લઇ અશોકજી રમણજી ઠાકોરએ આઇવા ટ્રકના ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code