
ફેશન જગતમાં હવે એકથી બે લેયર્સનો વઘતો ટ્રેન્ડ, પાતળા લોકોએ આ પ્રકારના કપડા આપે છે શાનદાર લૂક
લેયર્સ વાંચીને જ આમ તો ખ્યાલ આવી જાય કે લેયપ્સ એટલું શપં, લેયર્સ કે જેના એકથી વધુ પડ હોય તેને લેયર્સ કહીએ છીએ, આજકાલ હવે કપડા પણ લેયર્સમાં જોવા મળે છે, ઘણા કપડા તમે જોયા હશે કે એક લોંગ લેયર્સ હોય તો તેના ઉપય શઓર્ટ લેયર્સ આમ બે લેયર્સમાં ટોપ, ગાઉન કે સાદા ડ્રેસ કે કુર્તિઓ જોવા મળે છે.
આ સાથે જ ઘણા કપડા એક જ કલરમાં બે લેયર્સ માં હોય છે, તો ફેર્્સી કપડાની વાત કરીઓ તો આ પ્રકારના કપડામાં લેયર્સ પણ જૂદા જૂદા કોમ્બિનેશનમાં જોવા મળએ છે, લેયર્સ વાળા કપડાનો હાલ ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ પ્રકારના કપડા મહિલાઓ અને યુવતીઓને એક્સ્ટ્રા લૂક અને આકર્ષક દેખાવ આપે છે.જે લોકોની બોડી ઓછી છે તેઓ પાતળા છે તે લોકોને આ પ્રકારના કપડા શાનદાર લૂક આપે છે.
લેયર્સ કુર્તી દેખાવમાં આકર્ષક લાગે જ છે સાથે એનું સ્ટિચિંગ પણ અન્ય ડ્રેસ કરતાં જુદુ તરી આવે છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પારદર્શક પ્રિન્ટેડ મટીરિયલ ડ્રેસ પસંદ કરીએ ત્યારે એની પારદર્શકતા ઓછી કરવા નીચે એ જ મટીરિયલના બેઝ રંગનું અસ્તર મુકાવામાં આવે છે.
એક બાજુ જ્યાં આ અસ્તર મટીરિયલની પારદર્શકતા ઓછી કરે છે ત્યાં બીજી તરફ શિફોન કે નેટ જેવા પાતળા મટીરિયલને ડ્રેસ બનાવવા માટે જરૂરી સ્ટિફનેસ પણ પૂરી પાડે છે. જો તમે સાદુ અટલે કે પ્લેન કાપડમાંથીસડ્રેસ બનાવાનું વિચારો છો તે તેની અંદર તમને તેના કોમ્બિનેશન પ્રમાણે લેયર્સ મૂકાવી શકો છો. આ તો રહી આપણે સિવડાવવા હોય તે ડ્રસની વાત પરંતુ આજકાલ માર્કેટમાં લેયર્સ વાળા ટી શર્ટ, ટોપ ,ગાઉન અને કુર્તી ખૂબ જોવા મળે છે, આ લેયર્સ વાળા કપડા તમને આકર્ષક લૂક આપે છે.આ સાથે જ આ કપડા સામાન્ય કપડાથી અલગ પણ પડી જાય છે.