પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે ભારતને આપી ગર્ભિત ધમકી
નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: વર્ષ 2026ની શરૂઆતમાં જ પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે ભારતનું નામ લીધા વિના ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉલ્લંઘન થશે, તો તેનો ‘નિર્ણાયક’ જવાબ આપવામાં આવશે.
-
આસિમ મુનીરની પોકળ ગર્જના
રાવલપિંડી સ્થિત જનરલ હેડક્વાર્ટર્સ ખાતે બલૂચિસ્તાન પર આયોજિત એક વર્કશોપમાં બોલતા જનરલ આસિમ મુનીરે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.” પાકિસ્તાન અત્યારે પોતે આંતરિક અશાંતિ અને આતંકવાદથી ઘેરાયેલું છે, તેમ છતાં મુનીરે પુરાવા વગર આક્ષેપ કર્યો હતો કે ‘ભારત સમર્થિત જૂથો’ બલૂચિસ્તાનમાં વિકાસ કાર્યોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદી જૂથોને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનમાં ધમધમતા 9 જેટલા આતંકી અડ્ડા ઉપર હુમલા કરવામાં આવ્યાં હતા. તેમજ અગાઉ પણ ભારતને લઈને પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર ભારતને ધમકી આપી ચુક્યાં છે.


