1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના લોકો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી, હીટ સ્ટ્રોકથી બેના મોત
સુરતના લોકો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી, હીટ સ્ટ્રોકથી બેના મોત

સુરતના લોકો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી, હીટ સ્ટ્રોકથી બેના મોત

0
Social Share

સુરતઃ ગુજરાતમાં અમદાવાદ સહિત અડધો ડઝન જેટલા શહેરોમાં તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સુરતના શહેરજનો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી. શહેરમાં લૂ ફુંકાતા બપોરના ટાણે મોટોભાગના લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. દરમિયાન શહેરમાં હીટસ્ટ્રોકને કારણે બે લોકોનાં મોત થયા હતા. આગામી 24 મીમે સુધી હજુ હીટવેવ રહેવાની આગાહી છે. શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે મ્યુનિ. દ્વારા BRTS અને સિટી બસ સ્ટેન્ડ પર ORS અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તમામ હેલ્થ સેન્ટરો પર પણ ORS વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિત અન્ય શહેરોની તુલનાએ સુરત શહેરમાં એકંદરે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું હોય છે. આ વખતે તાપમાન 42 ડિગ્રીને વટાવી જતાં સુરતવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. ઉત્તર દિશાથી 6 કિમીની ગતિએ સૂકા ગરમ પવન ફૂંકાતા લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા હતા. આ વર્ષે 18થી 30 એપ્રિલના 13 દિવસ ગરમી 39.0 ડિગ્રીથી વધુ નોંધાઈ હતી, જેમાં 18 એપ્રિલે પારો 42.1 ડિગ્રી હતો, જ્યારે મેમાં હીટવેવના 16 દિવસ નોંધાયા હતા. મંગળવારે હીટસ્ટ્રોકને કારણે પાંડેસરા ભગવતી નગરના 45 વર્ષીય અરવિંદ પાંડે ડાઈંગ મિલમાંથી બહાર ગયા હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મૃત જાહેર કરાયા હતા. બીજા બનાવમાં ભેસ્તાન સિધ્ધાર્થ નગર રહેતા 55 વર્ષીય પરસોત્તમ બીસ્નોઈને સોમવારે તાવ હતો. મંગળવારે બપોરે તેઓ ઘરેથી બહાર નીકળ્યા ત્યારે અચાનક બેભાન થઈ જતાં સિવિલ ખસેડાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

સુરતની સિવિલ અને સ્મીમેરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી મેડિકલ-પેરામેડીકલ સ્ટાફને સારવાર, આગોતરી તૈયારીઓ અંગે માહિતગાર કરાયા હતા. સિવિલમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે. જ્યારે સ્મીમેરમાં 4 બેડની વ્યવસ્થા કરાઈ છે. મંગળવારે હિટવેવની અસરના કારણે હિટસ્ટ્રોકના સિવિલ હોસ્પિટલમાં 4 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીઓને સારવાર માટે આવ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 108ને હિટ રીલેટેડ ઈમરજન્સીના કુલ 108 કોલ મળ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 31 કોલ મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code