
ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો
ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી પહેલા કરી લેજો.
જો તમે ઈચ્છો તો તમે તે સ્થળની મુલાકાત લેવા માટે પેકેજ પણ લઈ શકો છો. ઘણા ટ્રાવેલ એજન્ટ આ માટે વિવિધ પેકેજો આપે છે. આ પેકેજોમાં તમારા માટે ટિકિટ બુકિંગ, રહેઠાણ, પ્રવાસની વ્યવસ્થા, નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. તમે આ પેકેજો વિશે ઘણી જગ્યાએ જાણકારી મેળવી શકો છો.
આ ઉપરાંત જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તેના વિશેની તમામ જરૂરી માહિતી એકત્રિત કરો. આ માહિતી તમને ઈન્ટરનેટ દ્વારા સરળતાથી મળી જશે. એ જગ્યાએ ક્યાં ફરવાલાયક સ્થળો છે, તેના વિશે પણ જાણવાનો પ્રયાસ કરો. જે સ્થળે જવા માંગો છો તેની ટિકિટનું પ્રી-બુકિંગ કરો. પ્રી-બુકિંગ સાથે તમને યોગ્ય કિંમતે ટિકિટ પણ મળે છે, સાથે જ સીટ મેળવવામાં પણ કોઈ સમસ્યા થતી નથી. તમે હોટેલમાં રહેવા માટે અગાઉથી બુકિંગ પણ કરી શકો છો.
સ્તામાં ઘણી જગ્યાએ ભૂખ લાગે તો તમારે સામાન ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે તમારી સાથે પૂરતા પ્રમાણમાં નાસ્તા- પાણી અને બીજી જરુરી વસ્તુ રાખો.