પીએમ મોદીએ વેપાર અને રોકાણ મંત્રીઓની જયપુર ખાતે યોજાયેલી G20ની બેઠકને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી
દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદી દક્ષિણ આફ્રીકાના પ્રવાસે છે તેઓ અહીં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે.ત્યારે આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે પીએમ મોદીએ ત્યાથી જી 20ની વેપાર મંત્રીઓની એક બેઠકને ઓજરોજ ગુરુવારે વર્ચ્યૂઅલ રીતે સંબોઘિત કરી હતી.આ બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી.
જયપુરમાં G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકમાં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં PM મોદીએ કહ્યું કે G20માં આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં વિશ્વાસ પુનઃનિર્મિત કરવાની અમારી જવાબદારી છે. વૈશ્વિક મૂલ્ય સાંકળોના મેપિંગ માટે એક સામાન્ય માળખું બનાવવાનો ભારતનો પ્રસ્તાવ નોંધપાત્ર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,  અમે નીતિ સ્થિરતા લાવ્યા છીએ. અમે આગામી થોડા વર્ષોમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. રોગચાળાથી લઈને ભૌગોલિક-રાજકારણમાં ચાલી રહેલા તણાવ સુધી, વર્તમાન વૈશ્વિક પડકારોએ વિશ્વના અર્થતંત્રની કસોટી કરી છે. G20માં આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં વિશ્વાસ જગાડવો એ અમારી જવાબદારી છે. 
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ ગુરુવારે વેપાર અને રોકાણ પ્રધાનોની જી 20 બેઠકને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે MSME ને અમારા સતત સમર્થનની જરૂર છે. તેમનું સશક્તિકરણ સામાજિક સશક્તિકરણમાં અનુવાદ કરે છે. તેમણે કહ્યું કે અમારા માટે MSME એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મહત્તમ સમર્થન.આ દરમિયાન તેમણે કહ્યું કે 60 થી 70 ટકા રોજગાર માટે MSME જવાબદાર છે. તે વૈશ્વિક જીડીપીમાં 50 ટકા યોગદાન આપે છે.
પોતાના સંબોઘનમાં પીેમ મોદીએ એમ પણ કહ્યું કે આજે આપણે વૈશ્વિક આશાવાદ, ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ જોઈ રહ્યા છીએ. ભારતને નિખાલસતા અને તકોના સંયોજન તરીકે જોવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે સ્પર્ધાત્મકતા વધારી છે, પારદર્શિતા વધારી છે, ડિજિટાઇઝેશનનું વિસ્તરણ કર્યું છે અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

