
પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના કર્યા વખાણ – કહ્યું, ઈજાગ્રસ્ત થવા છત્તા ખેલાડિઓ ઓસ્ટ્રેલિયામાં રમ્યા અને જીત્યા
- પીએમ મોદીએ ટીમના ઈન્ડિયા કર્યા વખાણ
- આસામના દિક્ષાંત સમારોહને સંબોધન કરતા ટીમ ઈન્ડિયાનું ઉદાહરણ આપ્યું
- કહ્યું, ઈજાગ્રસ્ત થવા છત્તા ખેલાડિઓ ઓસ્ટ્રેલિયામાં રમ્યા અને જીત્યા
દિલ્હીઃ-ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી 2-1થી જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરીને ઐતિહાસિર જીત મેળવી હતી, અનુભવી ખેલાડીઓ ઉપસ્થિતિ ન હોવા છત્તા અને તમામ પ્રકારના પડકારોને ઝીલીને ઓસ્ટ્રેલિયાને તેમના જ મેદાનમાં પછાડીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો.
ઉલ્લએખનીય છે કે, ટીમ ઈન્ડિયાની જીતની સમગ્ર દેશભરમાં પ્રશંસા થઈ છે અને તેમના સંઘર્ષનીપણ પ્રશંસાઓ થઈ રહી છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ ટ્વિટ કરીને સમગ્ર ટીમની પ્રશંસા કરી છે.
The Indian team in Australia is a great example of the change in approach. Even after losing the first test, they continued fighting.
– PM @narendramodi pic.twitter.com/5IK4piDdJA
— BJP (@BJP4India) January 22, 2021
શુક્રવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત 1200 વિદ્યાર્થીઓને સંબોધન કરતાં વડા પ્રધાને ભારતીય ટીમનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં લડતને સતત ચાલુ રાખી અને ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની રમત ખેલ દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. પહેલી ટેસ્ટ હાર્યા પછી પણ તેણે લડત ચાલુ રાખી હતી .
મોદીએ કહ્યું, ‘ઘાયલ થયા પછી પણ તેમણે વિજય માટે સંઘર્ષ કર્યો અને નવા નિરાકરણ શોધતા રહ્યા. કેટલાક ખેલાડીઓ ઓછા અનુભવી હોય શકે છે, પરંતુ તેમની બહાદુરી ઓછી નહોતી. તેમણે યોગ્ય પ્રતિભા અને સ્વભાવથી ઇતિહાસ રચ્યો.
સાહિન-