1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદી આજે ખેડૂતોને કરશે સંબોધન
પીએમ મોદી આજે ખેડૂતોને કરશે સંબોધન

પીએમ મોદી આજે ખેડૂતોને કરશે સંબોધન

0
  • આંદોલનની વચ્ચે પીએમ મોદી ખેડૂતોને કરશે સંબોધન
  • વિડીયો કોન્ફરન્સ દ્વારા એમપીના ખેડૂતોને કરશે સંબોધન
  • લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં થશે લાઇવ પ્રસારણ

દિલ્લી: દેશભરના ખેડુતો કૃષિ કાયદાને લઈને દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 21 દિવસથી ખેડૂતોનું આ આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધિત કરશે.

મુખ્યમંત્રી કાર્યાલયએ ટવિટ કરીને કહ્યું કે, 18 ડિસેમ્બરે રાજ્યભરમાં થનારા ખેડુત સંમેલનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે ખેડૂતોને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીના સંબોધનનું સીધું પ્રસારણ રાજ્યની લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાયસેનમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો જિલ્લા મુખ્યાલયોમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજ્યના 35 લાખ ખેડુતોના ખાતામાં રૂ .1600 કરોડની રાહત રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

આ દરમિયાન ખરીફ -2020 પાક નુકસાન રાહતની રકમનું પણ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન લગભગ 2 હજાર પશુપાલકો, માછીમારીના ધંધા સાથે જોડાયેલા અને ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરશે. સરકારની આ પહેલ સુપ્રીમ કોર્ટની તે ટિપ્પણીના એક દિવસ બાદ સામે આવી છે. જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને વિલંબ કર્યા વિના ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કહ્યું હતું. અદાલતે એમ પણ કહ્યું હતું કે, જો સમયસર સમાધાન નહીં મળે તો ખેડૂતોનું પ્રદર્શન રાષ્ટ્રીય બની શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.