1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે સાંજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિના ઉદ્ઘાટનની જાહેરાત કરશે – 25 મેથી 3 જૂન સુધી ગેમ્સ યોજાશે
પીએમ મોદી આજે સાંજે  ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિના ઉદ્ઘાટનની જાહેરાત કરશે – 25 મેથી 3 જૂન સુધી ગેમ્સ યોજાશે

પીએમ મોદી આજે સાંજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિના ઉદ્ઘાટનની જાહેરાત કરશે – 25 મેથી 3 જૂન સુધી ગેમ્સ યોજાશે

0
Social Share
  • પીએમ મોદી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન
  • આજે સાંજે 7 વાગે ઉદ્ધાટનની જાહેરાત કરશે
  •  25 મેથી 3 જૂન સુધી ગેમ્સ યોજાશે

દિલ્હીઃ- આજરોજ 25નેમી સાજે પ્રધાનમંત્રી મોદી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિના ઉદ્ઘાટનની ઘોષણા કરશે જેમાં 200થી વધુ યુનિવર્સિટીઓના 4 હજાર 750થી વધુ એથ્લેટ્સની સહભાગિતાઓ ભાગ લેતા જોવા મળશે  જેમાં જૂદી જૂદી 21 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગેમ્સ 25મી મે થી 3જી જૂન દરમિયાન જોજાનાર છે.

પીએમ મોદી 25મી મેના રોજ સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના ઉદ્ઘાટનની જાહેરાત કરશે.પ્રધાનમંત્રીએ દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે હવે ઉભરતા ખેલાડીઓને ટેકો આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

આ યોજનાો હેઠળ દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું સંગઠન આ દિશામાં વધુ એક પગલું છે.ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિ ઉત્તર પ્રદેશમાં 25મી મેથી 3જી જૂન દરમિયાન યોજાશે. આ સ્પર્ધાઓ વારાણસી, ગોરખપુર, લખનૌ અને ગૌતમ બુદ્ધ નગરમાં યોજાનાર છે

જાણકારી અનુસાર આ ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીઓના 4750થી વધુ એથ્લેટ્સની ભાગીદારી જોવા મળશે, જેઓ 21 રમતોમાં ભાગ લેશે. ગેમ્સનો સમાપન સમારોહ 3જી જૂને વારાણસીમાં યોજાશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code