
કોરોનાની સ્થિતિને લઈને પીએમ મોદી 8 એપ્રિલે ફરી રાજ્યના મુ્ખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે
- દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર
- 8 એપ્રિલના રોજ ફરીથી પીએમ મોદી રાજ્યના સીએમ જોડે કરશે ચર્ચા
- આજે કેન્દ્રીય આરોગ્યમંત્રીની 11 રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક
- આજની બેઠકમાં સ્થિતિને સમિક્ષા બાદ પીએમ મોદી કરશે બેઠક
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસોનો રાફળો ફાટ્યો છે, દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાની ગંભીર સ્થિતિને લઈને તમામા રાજ્યની સરકાર ચિંતામાં છે, ત્યારે આજ રોજ મંગવાળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન 11 રાજ્યોની સાથે બેઠક કરી તેની અધ્યક્ષતા કરશે.
આજ રોજ યોજાનારા આ બેઠકમાં 11 જેટલા રાજ્યોના આરોગ્ય મંત્રીઓની ઉપસ્થિતિ હશે ત્યાર બાદ આવનારી 8 એપ્રિલના રોજ બીજી એક બેઠક યોજાશે, જે દેશના વડા પ્રધાન મોદી સાથે હશે.
આજે મળનારી આ બેઠકમાં અનેક રાજ્યોની કોરોનાની સ્થિતિ વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવશે ત્યાર બાદ આવનારી 8 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ રોજ્યોના મુખ્ય.મંત્રીઓ સાથે ફરી એક વખત ચર્ચા કરશે.
આ બેઠક વર્ચ્યૂઅલ રીતે યોજાશે, જેમાં કોરોના અને રસીકરણના મુદ્દાઓ પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિતેવા રવિવારના દિવસે પીએ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક કરી હતી,
પીએમ મોદીએ કોરોનાને રોકવા માટે રણનીતિની અનિવાર્યતા જણઆવી હતી,જેમાં પાંચ મુદ્દાની રણનીતિની વાત કહી હતી જે પ્રમાણે કોરોનાના ટેસ્ટમાં વધારો,ટ્રેસિંગ, સારવાર, યોગ્ય કોવિડ વર્તન અને રસીકરણની જરૂર પર ભાર મૂક્યો હતો, ત્યારે હવે આ એકજ અઠવાડિયા દરમિયાન આ બીજી વખત પીએમ મોદી 8 તારીખે રાજ્યના મંત્રીઓ સાથે ચર્ચા કરનાર છે.
સાહિન-