
પીએમ મોદીના માતા હિરાબેનની તબિયત બગડતા અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા
- પીએમ મોદીના માતા હિરાબેનની તબિયત બગડી
- અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ
અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે માતાને મળવાનો ટાઈમ ફાળવે છે, તેમની માતા હિરાબેનની ઉમંર હવે ઘણી છે જેને લઈને આજરોજ તેમની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવ્યા છે.વયસંબંધિત બીમારીના કારણએ તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું કહેવાય રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વડાપ્રધાનની માતા હીરાબેનની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હીરાબેન 100 વર્ષથી વધુ ઉંમરના છે અને હજુ પણ તે ખૂબ જ એક્ટિવ રહે છે.
હિરાબા એ આ વર્ષે જૂન મહિનામાં તેણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા. હીરાબેનના સ્વાસ્થ્ય સંબંધિત વધુ વિગત હજી સામે આવી નથી.
આ પહેલસાપીએમ મોદીના મોટાભાની કારને અકસ્માત નડ્યો હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સાંજે પ્રહલાદ મોદીની કારને મૈસુરમાં અકસ્માત થયો હતો, જેમાં તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર પર ચઢી ગઈ, જેના કારણે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ અકસ્માતમાં પ્રહલાદ મોદીના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ થઈ છેત્યારે હવે તેમની માતાની તબિયત પણ બગડી છે આમ પીએમ મોદીના પરિવાર પર હાલ જાણે દુખ આવી પડ્યું છે.