1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં અનેક પ્રતિબંધો છતા પ્રદુષણ યથાવત, AQI 380થી વધારે
દિલ્હીમાં અનેક પ્રતિબંધો છતા પ્રદુષણ યથાવત, AQI 380થી વધારે

દિલ્હીમાં અનેક પ્રતિબંધો છતા પ્રદુષણ યથાવત, AQI 380થી વધારે

0
Social Share

નવી દિલ્હી: એજન્સી દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણની સ્થિતિ બેકાબૂ બની છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો છતાં શુક્રવારે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 387 નોંધાયો હતો, જે ગુરુવારે 373 હતો. સતત બગડતી હવાની ગુણવત્તાને પગલે દિલ્હીમાં વાહનોની એન્ટ્રી પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં વાતાવરણમાં કોઈ ખાસ સુધારો જોવા મળી રહ્યો નથી.

ગુરુવારથી BS6 સિવાયના વાહનો પર પ્રતિબંધ દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને જોતા ગુરુવાર (18 ડિસેમ્બર) થી ફક્ત BS6 એન્જિન ધરાવતા વાહનોને જ રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગની સંયુક્ત ટીમોએ સરહદો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 24 કલાકમાં નિયમનું પાલન ન કરનારા આશરે 570 વાહનોને દિલ્હીની સરહદ પરથી પરત મોકલી દેવાયા હતા, જ્યારે 217 ટ્રકોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

‘નો પીયુસી, નો ફ્યુઅલ’ અભિયાનની મોટી અસર પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારે ‘નો પીયુસી, નો ફ્યુઅલ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનની જાહેરાત થતા જ પીયુસી સેન્ટરો પર લાઈનો લાગી છે. દરમિયાન ગુરુવારે એક જ દિવસમાં 4479 નવા પીયુસી બન્યાં હતા. જ્યારે બુધવારે 31197 પીયુસી બન્યાં હતા. બીજી તરફ નિયમના ભંગ બદલ પ્રથમ દિવસે 3746 જેટલા વાહનનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

50% વર્ક ફ્રોમ હોમ છતાં ટ્રાફિક જામની સમસ્યા સરકારે ગ્રેપ-4 લાગુ કરીને સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ આપ્યો છે. હેતુ એ હતો કે રસ્તા પર વાહનોની અવરજવર ઓછી થાય, પરંતુ વાસ્તવિકતામાં તેની ટ્રાફિક પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. અનેક વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત કાચા રસ્તાઓ પર બાંધકામ સામગ્રીના પરિવહન પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

વિપક્ષના આકરા પ્રહાર પ્રદૂષણના મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. મંત્રી આશિષ સૂદે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, “કેજરીવાલ સરકારે તેમના સમયમાં સફાઈ કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટ અને મેટ્રોના પ્રોજેક્ટ્સ માટે પૂરતું ફંડ આપ્યું નથી. ઈવી પોલિસી હેઠળ અપાતી 45 કરોડની સબસિડી પણ રોકી રાખવામાં આવી હતી.” તેમણે ઉમેર્યું કે પ્રદૂષણ એ એક દિવસની સમસ્યા નથી, તેના માટે લાંબા ગાળાના આયોજનની જરૂર છે જે હવે રેખા ગુપ્તાની સરકાર કરી રહી છે.

આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા ઓછી એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ (AQEWS) મુજબ, આગામી થોડા દિવસો સુધી દિલ્હીની હવામાં કોઈ મોટા સુધારાની શક્યતા નથી. પવનની ગતિ ધીમી હોવાને કારણે પ્રદૂષણના કણો હવામાં સ્થિર રહે તેવી ભીતિ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code