
પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ દરેક નાગરિની નૈતિક ફરજ તથા જવાબદારી છે. તાજેતરમા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે પોરબંદરજિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પોરબંદર- છાયા નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી 174 કિલો પ્લાસ્ટિક ઝપ્ત કરી રૂ. 6 હજારથી વધુ રકમનો દંડ કર્યો છે.
ગામ, શહેર, રાજ્ય તથા દેશને સ્વચ્છ રાખવા સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્રારા પણ સ્વચ્છ ગુજરાત બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ લક્ષી કામગીરી કરવાની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરવાની સાથે જરૂર જણાયે કાર્યવાહી પણ કરવામા આવી રહી છે ત્યારે પોરબંદર- છાયા નગરપાલિકા દ્રારા યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી 174 કિલો પ્લાસ્ટિક ઝપ્ત કરી રૂ. 6 હજારથી વધુ રકમનો દંડ કર્યો છે.