
પ્રભુ દેવાની ફિલ્મ ‘થેલ’ 14 જાન્યુઆરીએ થશે રિલીઝ
- પ્રભુ દેવાની ફિલ્મ ‘થેલ’ થશે રિલીઝ
- 14 જાન્યુઆરીએ પોંગલ તહેવાર પર થશે રિલીઝ
- સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવી મંજૂરી
ચેન્નાઈ:નિર્દેશક હરિકુમારની ‘થેલ’ 14 જાન્યુઆરીએ પોંગલ તહેવાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા પ્રભુ દેવા અને સંયુક્તા હેગડે મુખ્ય ભૂમિકામાં છે.115 મિનિટના રન ટાઈમ સાથેની ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા U/A પ્રમાણપત્ર સાથે મંજૂરી આપવામાં આવી છે.
‘વલીમાઈ’ અને ‘RRR’ જેવી મોટા બજેટની ફિલ્મોના નિર્માતાઓએ કોવિડ-19ની ત્રીજી લહેરને અટકાવવા માટે સરકારો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેમની ફિલ્મની રિલીઝ મુલતવી રાખવાનું પસંદ કર્યું છે,ત્યારે નાના અને મધ્યમ બજેટની ફિલ્મોના નિર્માતાઓ તેમની ફિલ્મો રિલીઝ કરવાની તકનો લાભ ઉઠાવી રહ્યા છે.
તમિલમાં ‘થેલ’નો અર્થ થાય છે વીંછી. આ ફિલ્મ પહેલા 10 ડિસેમ્બરે સ્ક્રીન પર આવવાની હતી.પરંતુ રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.
આ ફિલ્મમાં સી. સત્યાનું સંગીત અને વિગ્નેશ વાસુનું સિનેમેટોગ્રાફી છે. તેનું સંપાદન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કે.એલ.પ્રવીણે કર્યું છે.
રસપ્રદ વાત એ છે કે, પોતાના ડાન્સ મૂવ્સ માટે જાણીતા પ્રભુ દેવાનો ફિલ્મમાં એક પણ ડાન્સ નંબર નથી.