1. Home
  2. ગુજરાતી
  3. ગુણવત્તા સભર શિક્ષણ અને વિચારોના મુક્ત આદાન-પ્રદાનના ઉદ્દશ્ય હેઠળ ‘’નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ’ ના ગઠનની તૈયારીઓ શરુ
ગુણવત્તા સભર શિક્ષણ અને વિચારોના મુક્ત આદાન-પ્રદાનના ઉદ્દશ્ય હેઠળ ‘’નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ’ ના ગઠનની તૈયારીઓ શરુ

ગુણવત્તા સભર શિક્ષણ અને વિચારોના મુક્ત આદાન-પ્રદાનના ઉદ્દશ્ય હેઠળ ‘’નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ’ ના ગઠનની તૈયારીઓ શરુ

0
Social Share
  • શિક્ષણની ગુણવત્તા પર ખાસ રખાશે ધ્યાન
  • રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનો મંચના ગઠનની તૈયારીઓનો આરંભ

દિલ્હીઃ- તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણ કાર્યમાં અનેક સુધારણાલકરવામાં આવ્યા છે, ત્યારે સરકારી શાળા અને ઉચ્ચ શિક્ષણના સ્તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિચારોના મૂક્ત આદાનપ્રદાન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકાર ‘નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ’ (એનઈટીએફ) ની સ્થાપના કરવા માટે તૈયારી દર્શાવી છે.. શિક્ષણ મંત્રાલયે એનઈટીએફની રચના અને તેના વિવિધ પરિમાણોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક અમલીકરણ સમિતિની રચના કરી છે.

NETF આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને ટેકનોલોજી નિષ્ણાતોના વિચારો મેળવવા માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કાર્યશાળાઓનું આયોજન કરશે. તમામ સ્તરે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સોફ્ટવેર વિકસાવવામાં આવશે. ટેકનોલોજી આધારિત શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવશે.

ઇન્ફોસિસના પૂર્વ સીઇઓ શિબુ લાલ સમિતિના અધ્યક્ષ છે.રાષ્ટ્રીય પરિક્ષા એજન્સીના મહાનિદેશક વિનીત જોશી સભ્ય સચિવ છે. અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રાલયના અધિક સચિવ સંતોષ સારંગી અને આઇઆઇટી કાનપુરના ડિરેક્ટર અભય કારંદીકરનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે ડિજિટલ શિક્ષણ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણના સાર્વત્રિકરણ અંગેની બેઠકમાં એનઈટીએફના વિષય પર ચર્ચા કરી હતી. મંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિચારોના મૂક્ત આદાનપ્રદાન માટે એક મંચ પૂરું પાડવા હાકલ કરી હતી. તેની ખાસ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનઈટીએફ ની રચનાની ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધીમાં આ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ શરૂ કરવા માંગે છે. આ બાબતે શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યોના સંબંધિત વિભાગો અને શાળા બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં સંબંધિત રહેવા માટે, સૂચિત NETF વિવિધ સ્રોતોમાંથી મેળવેલા પ્રમાણિક આંકડાઓનું નિયમિત પ્રવાહ જાળવશે અને સંશોધકોના વિવિધ સમૂહ સાથે મળીને ડેટાનું વિશ્લેષણ કરશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code