
અમેરિકામાં રાષ્ટ્રપતિ બાઈડનનો મોટો નિર્ણય – અરુણ સુબ્રમણ્યમ ન્યુયોર્કના ડિસ્ટ્રિક્ટ જજ નામાંકિત
- અરુણ સુબ્રમણ્યમ ન્યુયોર્કના ડિસ્ટ્રિક્ટ જજ નામાંકિત
- બાઈડન સરકારનો મોટ નિર્ણય
દિલ્હીઃ- મૂળ ભારતીય લોકો હવે વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છએ, દેશની બહાર વિદેશમાં પમ અનેક પદ પર મૂળ ભારતીય લોકોનો દબદબો જોવા મળી રહ્યો છે,અમેરિકાના બાઈડેન પ્રશાસને હવે એક મોટા નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતીય-અમેરિકન વકીલ અરુણ સુબ્રમણ્યમને ન્યૂયોર્કના જિલ્લા ન્યાયાધીશ તરીકે નામાંકિત કર્યા છે.
આ બાબતે વ્હાઇટ હાઉસે વિતેલા દિવસને મંગળવારે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુબ્રમણ્યમ સિવાય અન્ય કોર્ટમાં નામાંકન માટે સેનેટને તેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સુબ્રમણ્યમ સેનેટની મંજૂરી બાદ ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેવા આપનારા પ્રથમ દક્ષિણ એશિયન જજ બનશે.
જાણો અરુણ સુબ્રમણ્યમની સેવાઓ વિશે
સુબ્રમણ્યમ હાલમાં ન્યૂયોર્કમાં લો ફર્મ સુસ્મન ગોડફ્રે એલએલપીમાં ભાગીદાર છે. અહીં તેઓ 2007 થી કામ કરી રહ્યા છે. તેમણે 2006 થી 2007 સુધી યુએસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રૂથ બેડર ગિન્સબર્ગના ક્લાર્ક તરીકે પણ પોતાની સેવા આપી હતી. આ પહેલા, તેમણે વર્ષ 2005 થી 2006 દરમિયાન ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લા માટે ન્યાયમૂર્તિ ગેરાર્ડ ઇ. લિન્ચ માટે સેવા આપી હતી. . 2004 થી 2005 સુધી, તેઓ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશ ડેનિસ જેકોબ્સ માટે કાયદા કારકુન હતા.
સુબ્રમણ્યમે 2004માં કોલંબિયા લો સ્કૂલમાંથી જેડી અને 2001માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી મેળવી હતી. નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશને સુબ્રમણ્યમને તેમના નામાંકન બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે કે સુબ્રમણ્યમ એક અનુભવી વકીલ છે, તેમની નિઃસ્વાર્થ સેવાનો મજબૂત રેકોર્ડ રહ્યો છે.
ભારતીય-અમેરિકન ઈમ્પેક્ટે પણ સુબ્રમણ્યમના નામાંકનને આવકાર્યું છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીલ મખીજાએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ ન્યાયતંત્રમાં દક્ષિણ એશિયનો અને એશિયન અમેરિકનોનું લાંબા સમયથી ઓછું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. જિલ્લા ન્યાયાધીશોના કિસ્સામાં તે પાંચ ટકાથી પણ ઓછું છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં અમે ઐતિહાસિક પ્રગતિ કરી છે. હવે અમે સુબ્રમણ્યમના નામાંકનની અંતિમ પુષ્ટિની હાર જોઈ રહ્યા છે.